આધાર ડેટા લીક: આ ગેસ કંપનીની ગેરજવાબદારીથી 67 લાખ ગ્રાહકોની વિગતો લીક

aadhar card

અનેકવાર આધાર ડેટા લીકને લઇને ખબરો આવી ચુકી છે તેવામાં હવે દેશની જાણીતી ઘરેલૂ ગેસ વિતરણ કંપની ઇન્ડેનમાં જમા લાખો લોકોના આધાર નંબરની ડિટેલ્સ લીક થઇ છે. એક ફ્રેન્ચ રિસર્ચરે પોતાની સ્ટડીમાં આ દાવો કર્યો છે.

ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના મીલીકી હક ધરાવતી કંપની પર ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ તરફથી આપવામાં આવેલા આધાર નંબરોને લીક કરવાનો આરોપ છે. જો આ વાત સાચી છે તો આ પ્રાઇવસીના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે.

ઑનલાઇન હેન્ડલ પર ઇલિયટ એલ્ડરસન યુઝર નેમથી બાપ્ટિસ્ટ રોબર્ટે પહેલાં પણ આધાર લીક અંગે ખુલાસો કર્યો હતો. તેણે સોમવારો રાતે એક બ્લૉગ પોલ્ટ કરીને જણાવ્યું કે 67 લાખ ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો આધાર ડેટા લીક થયો છે.

એલ્ડરસને લખ્યું કે, લોકલ ડીલર્સના પાર્ટલ્સ પર ઓથેન્ટિકેશનની ઉણપના કારણે ઇન્ડેન ગ્રાહકોના આધાર નંબર પર રજીસ્ટર થયેલા નામ, સરનામા અને અન્ય વિગતો લીક કરી રહ્યું છે. કસ્ટમ બિલ્ટ સ્ક્રિપ્ટ દ્વારા એલ્ડરસને 11 હજાર ડીલર્સ પાસે રહેલા 67 લાખ કસ્ટમર્સના આધાર ડેટા મેળવી લીધા છે. જો કે ઇન્ડેને પછીથી તેના આઇપી એડ્રેસ બ્લોક કરી લીધા.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે લીક મામલે આધાર નંબરને UIDAI વેબ બેઝ્ડ વેરિફિકેશન ટૂલ દ્વારા વેરિફાય કર્યો, જેમાં આ તમામ આધાર નંબર સાચા નીકળ્યા. જો કે આ અંગે કોઇ જાણકારી નથી મળી કે આ કેવી રીતે થયું અને કેટલા સમય માટે લોકોનો આધાર ડેટા વેબસાઇટ પર રહ્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter