GSTV
Finance Trending

જાણવાજેવુ / આધાર સેન્ટર વસુલી રહ્યા છે એનરોલમેન્ટ માટે વધુ પૈસા, અહી કરો ફરિયાદ

આધારકાર્ડ વર્તમાન સમયમા ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચુક્યો છે. સરકારી અને બિન-સરકારી ક્ષેત્રોને લગતી સુવિધાઓનો લાભ લેવા માટે આ દસ્છેતાવેજ આપણા માટે ખુબ જ ઉપયોગી બને છે. આજે લગભગ દરેક મહત્વપૂર્ણ કામ માટે દસ્તાવેજની જરૂરીયાત પડે છે ત્યારે આધારકાર્ડ સાથે જોડાયેલી એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

AADHAR

ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, આધારકાર્ડમાં ડેમોગ્રાફિક અથવા બાયોમેટ્રિક ભૂલોને કારણે આપણા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જતા હોય છે અને તેના કારણે આપણે ઘણુ બધુ સહન કરવુ પડતુ હોય છે. આવી સ્થિતિમા આધાર અપડેટ કરવા માટે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવુ પડે છે. ત્યારે ઘણી વખત એવું બને છે કે, એનરોલમેન્ટ સેન્ટરમાં નિયુક્ત કરાયેલા કર્મચારીઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે અને આધાર અપડેટ માટે નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધુ પૈસા વસૂલે છે.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, આધારના ડેમોગ્રાફિક અપડેટ માટે 50 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો તમારી નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર ફરજ બજાવતો કર્મચારી પણ આધાર અપડેટ પર નિર્ધારિત ફી કરતા વધુ પૈસા લે છે, તો તમે UIDAIને આ અંગે ફરિયાદ કરી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર ગ્રાહક અધિકારી સાથે વાત કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે uidai ની સત્તાવાર વેબસાઇટ resident.uidai.gov.in/file-complaint પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આધાર

જો તમે ફરિયાદ નોંધાવવા માટે ઓનલાઈન વિકલ્પનો આશ્રય લો છો તો તમારે પહેલા resident.uidai.gov.in/file-complaint પર જવુ પડશે.અહી તમારે તમારા EID નંબર સાથે તારીખ અને સમય દાખલ કરવો પડશે. ત્યારબાદ તમારે તમારું નામ અને મોબાઈલ નંબર ઉમેરવાના રહેશે. આ માહિતી ભરાઈ જાય ત્યારબાદ તમારુ મેલ આઈડી, પોસ્ટલ પિન અને બીજી માહિતી દાખલ કરો. હવે તમારે બોક્સમાં તમારી ફરિયાદ લખીને કેટેગરી પસંદ કરવાની રહેશે. ફરિયાદ લખ્યા પછી તમારે નીચેનો કેપ્ચા કોડ ભરીને સબમિટ કરવાનુ રહેશે. આ પ્રક્રિયાને અનુસર્યા પછી તમારી ફરિયાદ સફળતાપૂર્વક નોંધવામા આવશે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV