GSTV

ટ્રિક: આપના આધાર નંબર પર અન્ય કોઈએ તો નથી ખરીદ્યુ ને સીમ કાર્ડ, આવી રીતે ફટાફટ ચેક કરી લો

Last Updated on June 24, 2021 by Pravin Makwana

ઘણી વખત મોબાઈલ ફોન ચોરી થઈ જવો અથવા ક્યાંક ગુમ થઈ જવાથી સિમ કાર્ડ ખોવાઈ જાય છે, ત્યારે આવી સ્થિતિમાં આપણને નવા કાર્ડની જરૂરિયાત હોય છે, પહેલા નવા સિમ ખરીદવા માટે એક લાંબા પ્રોસેસથી પસાર થવું પડતું હતું, અને 2થી 4 દિવસનો સમય લાગતો હતો. પરંતુ હેવ ફક્ત આધાર કાર્ડથી નવું સિમ કાર્ડ મળઈ જાય છે, અને ખાસ વાત એ છે કે આ સીમ હાથો હાથ એક્ટીવ પણ થઈ જાય છે, પરંતુ તમે જાણો છો કે એક આધાર કાર્ડથી કેટલા સીમ ખરીદી શકાય છે? એટલે કે એક આધાર પર સિમકાર્ડ ખરીદવાની લિમિટેશન શું છે, તે તમને આજે જણાવીશું.

એક આધાર કાર્ડમાં આટલા સિમ ખરીદી શકો છો

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)ના અનુસાર એક આધાર કાર્ડથી 18 સિમ કાર્ડ ખરીદી શકાય છે, જો કે આ પહેલા ટ્રાઈના નિયમ અનુસાર એક આધાર કાર્ડથી નવ સિમ કાર્ડ ખરીદી શકાતું હતું. પરંતુ ત્યાર પછી તેની મર્યાદા વધારીને બેગણી કરવામાં આવી છે, એટલે કે હવે 18 સિમકાર્ડ ખરીદી શકાશે, ઉલ્લેખનીય છે કે લોકોના બિઝનેસ અથવા જરૂરીયાતોને કારણે તેની મર્યાદા વધારવામાં આવી છે.

તમારા આધાર નંબર પર જાણો કેટલા નંબર છે લિંક,.આ માટે તમે આ પ્રક્રિયાને ફોલો કરો

  1. સૌથી પહેલા તમે આધારની વેબસાઈટUIDAI પર જાઓ
  2. ત્યાર પછી તમે હોમ પેજ પર Get Aadhaar પર ક્લિક કરો.
    3.ત્યાર પછી Download Aadhaar પર ક્લિક કરો.
  3. હવે ત્યાં View More ઓપ્શન પર કરવું રહેશે.
  4. હવે ત્યાં Aadhaar Online Service પર જઈને Aadhaar Authentication History પર જાવ
  5. હવે ત્યાંWhere can a resident chech/ Aadhaar Authentication History પર જઈને આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
  6. હવે તમારી સામે નવું ઈટરફેસ ખુલશે.
  7. ત્યાં તમે તમારો આધાર નંબર અપલોડ કરો, હવે તમારા નંબર પર સેન્ડ OTP પર ક્લિક કરો.
  8. હવે તમે Authentication Type પર Allને સિલેક્ટ કરો.
  9. હવે ત્યાં જ્યાંથી તમને નંબર દેખાય તેને નાખો.
  10. હવે અહિયાં તમને કેટલા રેકોર્ડ દેખાય છે તે એન્ટરકરો.
    12 હવે તમે ઓટીપી નાખીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો.
    13.ત્યાર પછી તમારી સામે નવો ઈન્ટર ફેસ ખુલશે ત્યાંથી તમે તમારી માહિતી મેળવી શકો છો.

આ સાથે જ તમારે તે પણ જાણવું જરૂરી છે કે તમારા આધાર નંબરથી કેટલા નંબર લિંક છે. એટલે તમને એ જાણી શકો કે આધાર નંબરનું ક્યાંય ખોટો ઉપયોગ નથી થઈ રહ્યો ને. આધાર કાર્ડથી કેટલા નંબર લિંક છે તેની તપાસ કરવી જરૂરી છે, તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડથી લિંક છે.

READ ALSO

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!