GSTV

શું તમારે Aadhaar Card નો ફોટો બદલવો છે, તો બસ અપનાવો આ 2 રીત….

આધાર કાર્ડ (Aadhaar Card) આજે દરેક ભારતીયના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને તમારી ઓળખ સાબિત કરવા સુધી આજે દરેક જગ્યાએ આધારકાર્ડની જરૂર પડે છે. ત્યારે આવી સ્થિતિમાં લોકો કોઈ પણ મુશ્કેલીથી બચવા સમયાંતરે તેમના ડેટાબેઝને અપડેટ (Aadhaar Card Update) કરતા રહેવાની જરૂરિયાત છે.

અમુક ચોક્કસ સમયાંતરે ફોટો બદલી નાખવામાં જ સમજદારી

તમને જણાવી દઇએ કે તમામ ભારતીય નાગરિકના ડેટાબેસ જેવાં કે નામ, સરનામું, મોબાઇલ નંબર, ફોટો સાથે તેઓની બાયોમેટ્રિક માહિતી વગેરે આધારમાં હોય છે. સામાન્ય રીતે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર એ ખૂબ જ મુશ્કેલીથી બદલાતું હોય છે. પરંતુ વધતી ઉંમર સાથે ચહેરામાં પણ પરિવર્તન આવતું રહે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તમારા આધાર કાર્ડ પરનો ફોટો જૂનો થઈ જાય છે. જેને અમુક ચોક્કસ સમયાંતરે બદલી નાખવામાં જ સમજદારી છે.

બે રીતે બદલી શકો છો તમારા આધાર કાર્ડનો ફોટો

જો તમારા આધારકાર્ડનો ફોટો પણ જૂનો થઇ ગયો છે, તો તમે તેને બે રીતે બદલી શકો છો. પ્રથમ રસ્તો નજીકના આધાર કાર્ડ સેન્ટર પર જઈને ફોટો બદલવાનો છે, જેના માટે તમારે ફક્ત 50 રૂપિયા ફી ચૂકવવાની છે. જ્યારે બીજી રીત એ છે કે પોસ્ટ દ્વારા તમારા આધારકાર્ડને અપડેટ કરવાનું છે. આ પોસ્ટ આપના UIDAI ના પ્રાદેશિક કાર્યાલયને મોકલવાનું રહેશે. તો આવો જાણીશું કે કેવી રીતે….

નજીકના કેન્દ્ર પર જઇને આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે ચેન્જ કરવો?

 1. સૌ પહેલાં આપ Google પર જઇને UIDAI ની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરો.
 2. ત્યાર બાદ આપને લેફ્ટ હેંડ સાઇડની સ્ક્રીન પર Get Aadhaar સેક્શન જોવા મળશે. અહીં આપ આધાર નામાંકન/અપડેટ ફોર્મને ડાઉનલોડ કરો.
 3. હવે ફોર્મને બરાબર ભર્યા બાદ આધાર નામાંકન કેન્દ્રમાં જઇને તેને જમા કરાવી દો.
 4. કેન્દ્ર પર આપે આપના બાયોમેટ્રિક ડેટાને બીજી વાર કેપ્ચર કરાવવાનો રહેશે.
 5. આ પ્રક્રિયામાં આપના ફોટો, ફિંગરપ્રિન્ટ, રેટિના સ્કેન શામેલ છે.
 6. આટલું કરતા જ આપની આધારની માહિતી અપડેટ થઇ જશે.
 7. અપડેટેડ ફોટા સાથે આપનું નવું આધાર કાર્ડ લગભગ 90 દિવસની અંદર જ તમને મળી જશે.

POST દ્વારા આધારકાર્ડમાં ફોટોમાં ફેરફાર

 1. સૌ પ્રથમ, આપે UIDAI પોર્ટલ પર જઇને ત્યાંથી ‘Aadhaar Card Update Correction’ ફોર્મને ડાઉનલોડ કરવાનું રહેશે.
 2. હવે આ ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ જાણકારીઓને યોગ્ય રીતે ભરો.
 3. ત્યાર બાદ તમે UIDAI ની પ્રાદેશિક કચેરીના નામે આધાર કાર્ડને અપડેટ કરાવવાના હેતુસર એક પત્ર લખો.
 4. આ પત્ર સાથે તમારા સ્વ-પ્રમાણિત ફોટાને (સહી કરીને) જોડો.
 5. હવે UIDAI ની ઑફિસનું સરનામું લખીને આ ફોર્મ અને પત્ર બંનેને પોસ્ટ કરી દો.
 6. તમે ઑનલાઇન સાઇટ પરથી તમારા નજીકના UIDAI કેન્દ્રનું સરનામું મેળવી શકો છો.
 7. બે અઠવાડિયામાં જ તમને તમારા નવા ફોટોગ્રાફ સાથે એક નવું જ આધાર કાર્ડ મળી જશે.

READ ALSO :

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!