GSTV
Home » News » ખોવાઈ ગયુ છે આધાર કાર્ડ? આ પદ્ધતિથી મંગાવી શકો છો ડુપ્લીકેટ કૉપી

ખોવાઈ ગયુ છે આધાર કાર્ડ? આ પદ્ધતિથી મંગાવી શકો છો ડુપ્લીકેટ કૉપી

ભારતમાં ઓળખ માટેના આમ તો ઘણા પુરાવા હોય છે, પરંતુ આધાર કાર્ડની સ્વીકાર્યતા વધી ગઇ છે. કોઈ પણ વ્યક્તિનું ઓળખ કાર્ડ ખોવાઇ જાય છે. બધા માટે બીજી વખત ઓળખ કાર્ડ મેળવવાની પદ્ધતિ પણ છે. હવે યૂનિક આઈડન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાએ આધાર કાર્ડ રાખનારા લોકોને વધુ એક સુવિધા આપી છે. હવે કાર્ડ હોલ્ડર તેને ફરીથી પ્રિન્ટ કરાવી શકશે. જેના માટે ઑથોરિટીને સામાન્ય ફી ચૂકવવી પડશે. ઑથોરિટીની આ સુવિધા એવા લોકો માટે લાભકારક હશે જેનું આધાર કાર્ડ ખોવાઇ ગયુ છે.

આ અગાઉ આધાર કાર્ડ ખોવાઇ જતા તેને ફરીથી પ્રિન્ટ કરાવવાની સુવિધા આપવામાં આવતી ન હતી. પરંતુ લોકોને થઇ રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને ઑથોરિટીએ આ સુવિધા લૉન્ચ કરી દીધી છે. જોકે, પહેલા આધાર કાર્ડનું ઈ-વર્ઝન યૂઆઈડીએઆઈની વેબસાઇટને ડાઉનલોડ કરવાનો વિકલ્પ હતો. અહીં દરેક જગ્યાએ એક્સેમ્પટન આપવામાં આવતુ હતું.

પરંતુ હવે ફક્ત 50 રૂપિયાની ફી ચૂકવીને તમે પોતાનું આધાર કાર્ડ ફરી વખત પ્રિન્ટ કરાવી શકો છો. જોકે, તેને તમે ઈન્ડિયા પોસ્ટથી પાંચ કાર્યદિવસમાં જ લઇ શકશો. જેને તમારા ઘરના સરનામા પર મોકલવામાં આવશે. આધારને ફરી વખત પ્રિન્ટ કરાવવા માટે તમારે પહેલા આઈડન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર જવુ પડશે.

અહીં તમને પહેલાવાળી મેલ આઈ માંગવામાં આવશે, જેને બનાવતા સમયે આપ્યુ હતું. સાથે જ તમારો ફોન નંબર પણ માંગવામાં આવશે. જે પહેલા રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. પરંતુ તમે કોઇ નંબર આપ્યો ન હતો, તમે નવા નંબર પરથી પણ આધાર ફરી વખત પ્રિન્ટ કરાવી શકશો. જોકે, તમે પ્રિવ્યૂ જોઇ શકશો નહીં. જો તમે પોતાના આધાર કાર્ડને રિપ્રિન્ટ કરાવવા ઈચ્છો છો તો અહીં તમને એવા વિકલ્પો જણાવીએ છીએ, જેનાથી તમારો માર્ગ સરળ થઇ જશે.

  • યૂઆઈડીએઆઈની વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ.
  • આધાર સર્વિસ પર જાઓ અને ઑર્ડર આધાર રિપ્રિન્ટ વિકલ્પ પસંદ કરો.
  • આધાર રિપ્રિન્ટ વિકલ્પ પસંદ કરીને નવી વિન્ડો ઓપન થઇ જશે. અહીં તમારી પાસેથી 12 અંકોનો આધાર નંબર અને 16 અંકોનો વીઆઈડી અને સિક્યોરિટી કોડ ફિલ કરાવવાનું કહેવામાં આવશે. જો તમારો મોબાઇલ નંબર બદલાઇ ગયો છે અથવા ડેટાબેસમાં રજીસ્ટર નથી તો તેના માટે પણ ઑપ્શન મળશે. જોકે, તમે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર આપી રહ્યા છો તો અત્યાર સુધી પૂછવામાં આવેલી જાણકારી બાદ સેન્ડ ઑટીપી પર ક્લિક કરો.
  • તમારા નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. આ ઓટીપી ફક્ત 10 મિનિટ માટે જ માન્ય રખાશે.
  • ઓટીપી નાખ્યા બાદ નિયમ અને શરત સ્વીકાર કરનારા બૉક્સ પર ટિક કરો. ત્યારબાદ સબમિટ કરી દો.
  • ત્યારબાદ તમે પોતાની માહિતી જોઇ શકશો.
  • જો આધાર પર બધી માહિતી યોગ્ય છે તો મેક પેમેન્ટ પર ક્લિક કરીને ચૂકવણી કરી દો.

READ ALSO

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!