GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Aadhaar કાર્ડ સાથે જલદી રજિસ્ટર કરાવો તમારો મોબાઈલ નંબર, રહેશો આટલા લાભથી વંચિત

આધાર કાર્ડ ભારતમાં સામાન્ય માણસની ઓળખ બની ગયું છે. ભારતીય નાગરિકો માટે આ કાર્ડ માત્રા કાર્ડ જ નહીં સૌથી મોટો આધાર છે. ઓળખ પત્રની સાથે-સાથે આજકાલ આ કાર્ડ દરેક જગ્યા પર જરૂરી બની ગયું છે. પરંતુ થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે બેંક એકાઉન્ટ ખોલાવા, મોબાઈલ સિમ ખરીદવા, જેવી વસ્તુ માટે આધારનું જરૂરીયાતને ઓછી કરી છે. પરંતુ તમને જણાવીએ કે જો તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી તો કેટલીક સર્વિસનો લાભ તમને નહીં મળી શકે.
-મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોય તો આધાર સાથે જોડાયેલી Online સેવાનો લાભ નહીં મળે. જેમ કે આધારમાં એડ્રેસમાં ફેરફાર માટે અપડેટ કરાવી.

-તમે એવી કોઈ સર્વિસનો લાભ નહીં લઈ શકો જેમાં Aadhar Authenticationની જરૂર હશે. જેમકે ITRનું ઓનલાઈન વેરિફિકેશન, ઓનલાઈન OPD અપોઈંટમેન્ટ જેવું.
-UIDAIની એપ mAadhaarનો ઉપયોગ મોબાઈલ નંબર આધાર સાથે લિંક વગર નહીં કરી શકો. mAadhaar એપની મદદથી યુઝર પોતાના સ્માર્ટફોનમાં આધાર કાર્ડ લઈને ફરી શકશે. એડ્રેસ અપડેટ કરાવી શકશે. તેના માટે ફિઝિકલ આધાર કાર્ડ સાથે લઈને ફરવાની જરૂર નથી. mAadhaar યુનિક આઈડેંટિફિકેશન અર્થોરિટી ઓફ ઈંડિયા તરફથી ડેવલેપ કરેલી ઓફિશિયલી મોબાઈલ એપ્લિકેશન છે. આ એપની મદદથી યુઝર પોતાન સ્માર્ટફોનમાં જ આધાર સાથે જોડાયેલી ઈંફોર્મેશન રાખી શકો છો અને જરૂર પડવા પર તેનો ઉપયોગ પણ કરી શકો છો.

-આધારમાં મોબાઈલ લિંક નહીં હોય તો આધાર સર્વિસ જેવી આધાર જનરેશન, અપડેટ, રિપ્રિંટ, વૈલિડેશન લેટર સાથે જોડાયેલા SMS અલર્ટ અને ઓટીપી મેળવી નહીં શકો. એટલા માટે જો તમારા આધારની સાથે મોબાઈલ નંબર રજિસ્ટર નહીં કર્યો અને સેવાઓનો લાભ લેવા માગો છો તો જલદી જ લિંક કરાવો.

Read Also

Related posts

સેબીએ પાવર ઓફ એટર્ની ધોરણોના અમલની તારીખ લંબાવાઈ

Ankita Trada

વેદાન્તા બાદ આ કંપનીની શેરોને ડિલિસ્ટીંગ કરવાની યોજના

Ankita Trada

ખાદ્યતેલની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થતા બજાર સૂસ્ત, સિંગતેલના ભાવ પર અસર વર્તાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!