GSTV

તમારા આધારનો ક્યાંક ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ રીતે ચેક કરીને લગાવી દો ‘Lock’, જાણો બાયોમેટ્રિક લોક વિશે

આધાર

Last Updated on September 14, 2020 by Mansi Patel

તમારો આધાર કાર્ડ નંબર તમને ઘણા પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવે છે. તેના ઓનલાઈન પોર્ટલ uidai.gov.in પર તેની સાથે જોડાયેલા ઘણા કામ કરવામાં આવી શકે છે. પોતાના આધારના ખોટા ઉપયોગથી બચવા માટે આવી જ એક ઓનલાઈન સર્વિસ, યુઝર્સને બાયોમેટ્રિક ડિટેલ્સ લોક અથવા અનલોક કરવાની સુવિધા આપે છે. તમે ઈચ્છો તો પોતાના આધારમાં હાજર બાયોમેટ્રિકને લોક કરી શકો છો. યુઆઈડીએઆઈએ તેને લોક કરાવવા અથવા અનલોક કરાવવાની સુવિધા આપી છે.

બાયોમેટ્રિક લોકના ફાયદા

આધારમાં બાયોમેટ્રિક લોકનો મતલબ તમારા ફિંગરપ્રિન્ટ અને આંખોની કીકીથી ડેટાને લોક કરવાનો છે. એક વખત બાયોમેટ્રિક લોક થઈ ગયા બાદ ઓથેન્ટિકેશન માટે આધાર હોલ્ડર અથવા બીજા કોઈ પણ વસ્તીનો ઉપયોગ નહીં કરી શકાય. આધાર હોલ્ડર તેને જરૂર પડવા પર અનલોક કરી શકે છે. આ સર્વિસનો લાભ મેળવવા માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

આધાર

ઘરે બેસીને આ રીતે કરો ઓનલાઈન બાયોમેટ્રિક લોક

  • સૌથી પહેલા આધારની વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ
  • હોમ પેજ પર હવે થોડી નીચેની તરફ જાઓ, અહીં Aadhaar Services સેક્શન મળશે. તેમાં Lock/Unlock Biometrics ઓપ્શનને ક્લિક કરો.
  • હવે અહીં તમને પોતાનો 12 ડિજીટ વાળો આધાર નંબર નાખવાનો છે. તમે ઈચ્છો તો Virtual ID numberનું ઓપ્શન પણ પસંદ કરી શકો છો.
  • પછી વેરિફિકેશન માટે કેપ્ચા (Captcha) નાખો અને Send OTP પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને નવા પોપ અપમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલો ઓટીપી નાખવાનો રહેશે. ત્યર બાદ Submit પર ક્લિક કરો. તમોરું આધાર બાયોમેટ્રિક લોક થઈ જશે.
આધાર

બાયોમેટ્રિક્સને આ રીતે કરો અનલોક

પોતાના બાયોમેટ્રિક્સને અનલોક કરવા માટે લોક વાળી જ પ્રક્રિયાને ફરી કરવાની રહેશે. ત્યાર બાદ અનલોક બાયોમેટ્રિક પર ક્લિક કરો. આ ફીચર પર ક્સિક કરી તમારો બાયોમેટ્રિક્સ અમુક મિનિટો માટે એનલોક થઈ જશે અને તેને સમય ગાળો સમાપ્ત થવા પર ફરી લોક થઈ જશે. અનલોકના સમયગાળામાં તમે પોતાના આધાર નંબરને ઓથેન્ટિકેટ કરવા માટે પોતાના ફિંગર પ્રિન્ટ આંખની કીકી જેવી બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો. ત્યાં જ તમે જો પોતાના બાયોમેટ્રિક્સને સ્થાયી રૂપથી એનલોક કરવા માંગો છો તો ‘ડિસેબલ લોકિંગ ફીચર’ પર ક્લિક કરો.  

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!