GSTV
Home » News » તમારા આધાર કાર્ડને જલ્દી નહીં મળે સ્માર્ટ ચિપ, જાણો કેમ?

તમારા આધાર કાર્ડને જલ્દી નહીં મળે સ્માર્ટ ચિપ, જાણો કેમ?

ભારતમાં યૂનીક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એટલે કે આધારને 2009માં રજૂ કરવામાં આવી હતી. તેના લોન્ચ બાદથી લગભગ 8 વર્ષોમાં દૂનિયાનો સૌથી મોટી આઇડેન્ટિફિકેશન પ્રોજેક્ટ બની ગયો છે.

જોકે આ 8 વર્ષોનો સમય એટલો પણ સરળ ન રહ્યો. હવે આ પ્રોજક્ટ તેના 9માં વર્ષમાં પગ મુકે છે. પરંતુ હજુપણ તેની સાથે એ સવાલ જોડાયેલો છે કે તે કેટલુ સુરક્ષિત છે. આપણો ડેટા તેની સાથે કેટલો સુરક્ષિત છે.

હાલમાં જ ટ્વિટર ચેટમાં UIDAIના સીઇઓ ડૉ. અજય ભૂષણ પાન્ડે આ કેટલાઇ સવાલોના જવાબ આપ્યા. આધાર સાથે ચિપ જોડવા વિશેના એક સવાલ પર તેમનું કહેવું છે કે આધાર તમારા બાયોમેટ્રિક અને તમારા મોબાઇલ નંબર પર આધારિત એક ડીજીટલ ઓળખ છે. તે કોઇપણ સ્માર્ટ કાર્ડ અથવા ચિપ પર આધારિત નથી. કેમકે તે બાયોમેટ્રિક્સ પર આધારિત છે. તેથી આધારમાં કોઇપણ ચિપ કે કોઇપણ સ્માર્ટ કાર્ડની કોઇ જરૂર નથી.

કેટલાઇ દેશો દ્વારા ચિપ-સક્ષમ રાષ્ટ્રીય ઓળખ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એમ કરવાનું મુખ્ય કારણ ખાનગી બાયોમેટ્રિક ડેટાની ચોરીને રોકવા માટે સુરક્ષાની એક વધુ કડીને જોડવાનું છે. તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2015માં જાહેર પરિપત્રના અનુસાર અનિવાર્ય રૂપથી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ચિપ-સક્ષમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સમાન છે.

હાલમાં જ કોમ્યૂનિકેશન કંપનીઓ વિશેષ કરીને રિલાયન્સ જિયોએ આધાર આધારિત પ્રમાણીકરણને લાગૂ કરીને પોતાની રજિસ્ટ્રાર પ્રક્રિયા ઝડપી બનાવી છે.

Related posts

‘ફાઇનલમાં ધબડકો વાળે છે ટીમ ઇન્ડિયા’ BCCI ચીફ બનતા જ ગાંગુલીએ કોહલીને લઇને કહી દીધી આ મોટી વાત

Bansari

ઐશ્વર્યાની 10 વર્ષ પહેલાંની કરવા ચોથ વાયરલ, આ રીતે તોડ્યું હતું વ્રત

NIsha Patel

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયા પણ આવી વિવાદમાં, ચેરમેને કરવો પડ્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!