GSTV
India News Trending

નવો નિયમ / મુંબઈની મેયરે બહાર પાડ્યો આદેશ, કોવિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા માટે આપવું પડશે આ કાર્ડ

કોવિડના નવા વેરિએન્ટ ઓમીક્રોનના કેસો નિરંતર વધી રહ્યા છે. દિલ્હી હોય કે મુંબઈ કે દેશનું અન્ય કોઈ શહેર કોરોનાના નવા દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. જોકે, સરકારનું કહેવું છે કે, જ્યાં સુધી ગંભીર બીમારી ન થાય ત્યાં સુધી કોવિડ ટેસ્ટિંગની જરૂર નથી. ગઈકાલે દેશમાં 16,65,404 કોવિડ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1,56,76,015 લોકોને કોવિડ સામે વેક્સીન આપવામાં આવી છે.

કોવિડને તપાસવા માટે હાલ નવી કિટની શોધ કરવામાં આવી રહી છે. હવે તમે ઘરે બેસીને જાતે જ કોરોના તપાસી શકો છો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ઘરઆંગણે કોરોના વાયરસ પરીક્ષણ માટે કોવિસેલ્ફ નામની કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ બાદ હવે લોકો માત્ર 250 રૂપિયાના ખર્ચે ઘરે કોવિડ ટેસ્ટ કરી શકે છે.

રેકોર્ડ માટે નવો નિયમ :

કોવિડ ટેસ્ટિંગ કિટની વધતી માંગને ધ્યાનમાં રાખીને અને કોવિડ કેસનો ચોક્કસ આંકડો જાણવા માટે મુંબઈ વહીવટીતંત્ર દ્વારા નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જાહેરાત કરી હતી કે, કોવિડ ટેસ્ટ કિટ ખરીદનારા લોકોનો રેકોર્ડ જળવાઈ રહે તે માટે તેમણે ટેસ્ટિંગ કીટની ખરીદી દરમિયાન આધાર કાર્ડ કેમિસ્ટ્સને આપવું પડશે. તેમણે કહ્યું કે, જો ઘરેલુ તપાસ દરમિયાન કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેણે આરોગ્ય અધિકારીઓને જાણ કરવી જોઈએ અને ઓનલાઇન આ માહિતી શેર પણ કરવી જોઈએ.

મુંબઈના મેયરે જણાવ્યું હતું કે, “અમે નક્કી કર્યું છે કે, કોવીડ સેલ્ફ ટેસ્ટ કિટ ખરીદનાર દરેક વ્યક્તિએ રેકોર્ડ જાળવવા માટે મેડિકલમાં પોતાનું આધાર કાર્ડ રજૂ કરવું પડશે.” તેમણે કહ્યું કે શુક્રવાર સુધી કુલ 1,06,897 લાખ લોકોએ ઘરે કોવિડ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 3,549 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ :

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 42,462 નવા કેસ નોંધાયા હતા, શનિવારે કોરોનાથી 23 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 71,70,483 થયા છે અને મૃત્યુઆંક વધીને 1,41,779 થયો છે. રાજ્યમાં ગઈકાલે ઓમીક્રોનના 125 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ઓમીક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,730 થઈ ગઈ છે.

Read Also

Related posts

જાણો આજનુ તા.22-3-2023, બુધવારનું પંચાંગ

Padma Patel

જાણો આજનું 22 માર્ચ, 2023નું તમારું રાશિ ભવિષ્ય

Padma Patel

રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

Nakulsinh Gohil
GSTV