GSTV
Home » News » આધાર કાર્ડ પર આ રીતે અપડેટ કરો ઑનલાઈન એડ્રેસ, મોબાઈલ નંબર અને નામ

આધાર કાર્ડ પર આ રીતે અપડેટ કરો ઑનલાઈન એડ્રેસ, મોબાઈલ નંબર અને નામ

આધાર કાર્ડ હવે ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ પર 12 અંકોનો એક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે, જેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરે છે. આધાર કાર્ડ બનાવવા માટે કોઈ વ્યક્તિનું બાયોમેટ્રિક ડેટા અને ડેમોગ્રાફિક ડેટા લેવામાં આવે છે. અવાર-નવાર લોકોને આ અપડેટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં અમે તમને જણાવીશું કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે શું કરવુ જોઈએ.

એડ્રેસ અપડેટ કરવા માટે શું કરશો?

જો તમે હાલમાં જ પોતાનુ શહેર અથવા ઘર બદલ્યુ છે તો તમે આધાર પર ઑનલાઈન પોતાનુ એડ્રેસ અપડેટ કરાવી શકો છો. જેના માટે તમારે એડ્રેસ પ્રૂફ માટે દસ્તાવેજ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે.

  1. સૌપ્રથમ આધારની વેબસાઈટ પર લૉગઈન કરો.
  2. પોતાનુ નવુ એડ્રેસ નાખો
  3. દસ્તાવેજ અપલોડ કરો.
  4. રીકવેસ્ટ સબમિટ કરો
  5. પોતાનો URN નંબર (અપડેટ રિકવેસ્ટ નંબર) સેવ કરો.

એડ્રેસ પ્રૂફ ના હોય તો શું કરશો?

  1. જો તમારી પાસે માન્ય એડ્રેસ પ્રૂફ નથી તો UIDAIના એડ્રેસ વેલિડેશન લેટર માટે પોતાનુ એડ્રેસ ઑનલાઈન અપડેટ કરી શકો છો.
  2. સૌપ્રથમ આધારની વેબસાઈટ પર લૉગઈન કરો.
  3. પત્ર પર લખેલા સિક્રેટ કોડ એન્ટર કરો
  4. એડ્રેસને પ્રીવ્યૂ કરો
  5. પોતાનો URN નંબર (અપડેટ રિકવેસ્ટ નંબર) સેવ કરો.

આધાર પર કેવીરીતે અપડેટ કરશો નામ અને મોબાઈલ નંબર?

આધાર પર ફક્ત એડ્રેસ જ ઑનલાઈન અપડેટ કરી શકાય છે. નામ અથવા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે એનરૉલમેન્ટ/અપડેટ સેન્ટર વિઝીટ કરવુ પડશે. સેન્ટર પર જઇને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ તમે નામ અથવા મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો. પોતાની આજુ-બાજુના એનરોલમેન્ટ સેન્ટરની માહિતી તમે uidai.gov.in પર ‘લોકેટ એનરૉલમેન્ટ સેન્ટર’ પર ક્લિક કરીને લઇ શકો છો.

નામ બદલવા માટે જરૂરી દસ્તાવેજ

આધાર કાર્ડ પર નામ બદલવા માટે જરૂરી ઑરીજનલ દસ્તાવેજનું હોવુ અત્યંત જરૂરી છે. નામ અપડેટ કરાવવા માટે પાસપોર્ટ, વોટર આઈડી અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી હોય છે. સેન્ટર પર તેને સ્કેન કરીને પાછું મોકલી દેવામાં આવે છે. આધાર પર ઑનલાઈન અપડેટ માટે તમારે કોઈ દંડ ચૂકવવાનો હોતો નથી, જ્યારે સેન્ટર પર જઇને આધાર કાર્ડની માહિતીમાં ફેરફાર કરવા માટે તમારે 25 રૂપિયા દંડ આપવો પડે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના કદાવર નેતા અને ભાજપના રાજ્યસભાના સાંસદ જોડાઈ શકે છે કોંગ્રેસમાં

Nilesh Jethva

હીરો સ્પ્લેન્ડરનું આવ્યું સ્પેશિયલ એડિશન, કિંમત અને ફિચર્સ જાણીને ખુશ થઇ જશો

Bansari

આ રાજ્યની સરકાર પડવાની તૈયારીમાં, સીએમ સરકાર બચાવવા લાગ્યા કામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!