GSTV
Business Trending

એકપણ રૂપિયાનું રોકાણ કર્યા વિના FREEમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડી કમાણી: આ રીતે કરો સ્ટાર્ટ

બિઝનેસ

જો તમે તમારી નોકરી ગુમાવી દીધી છે અથવા તમે એક્સ્ટ્રા ઇનકમ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં તમે એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વિના તગડી કમાણી કરી શકો છો. જી હા, આ બિઝનેસ આધાર કાર્ડ સાથે સંબંધિત છે. તમે જાણતા જ હશો કે આજના સમયમાં આધાર કાર્ટનું મહત્વ કેટલું છે.

આજના સમયમાં સરકારી કામકાજથી લઈને પ્રાઇવેટ સુધી દરેક જગ્યાએ તેની જરૂર છે. આવી સ્થિતિમાં આપણે આધારકાર્ડ ખૂબ જ સંભાળી રાખવું પડશે. ઉપરાંત, જો તેમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવા માટે તમારે કોમન સર્વિસ સેન્ટર અથવા UIDAI ની ફ્રેન્ચાઈઝી પર જવુ પડે છે. તમે પણ આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. ચાલો તેના વિશેની વિગતો જાણીએ ..

બિઝનેસ

સૌથી પહેલા શું કરવું?

જો તમે આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી મેળવવા માંગો છો તો સૌથી પહેલા તમારે UIDAI દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે લાયસન્સ આપવામાં આવે છે. એકવાર તમે પરીક્ષા પાસ કરી લો, પછી તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવુ પડશે. આ પછી, કોમન સર્વિસ સેન્ટરમાંથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

જાણો કેવી રીતે કરશો અપ્લાય

  • આધાર ફ્રેન્ચાઇઝી લાઇસન્સ મેળવવા માટે, તમારે NSEIT ની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર વિઝિટ કરવુ પડશે.
  • અહીં તમને Create News Userનો ઓપ્શન મળશે.જેમાં ક્લિક કર્યા બાદ નવી ફાઈલ ખુલશે.
  • આમાં તમને Share Code enter કરવાનું કહેવામાં આવશે. Share Code માટે તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઇને ઓનલાઇન ઇ-આધાર ડાઉનલોડ કરવાનું છે.
  • ડાઉનલોડન થયા બાદ XML File અને Share Code બંને ડાઉનલોડ થઇ જશે.
  • અપ્લાય કરતી વખતે, તમારી સ્ક્રીનમાં એક ફોર્મ ખુલશે. તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને સબમિટ કરો.
  • તમારા ફોન પર USER ID અને પાસવર્ડ ઈ-મેલ ID પર આવશે. હવે તમે આ આઈડી અને પાસવર્ડ દ્વારા Aadhaar Testing and Certification ના પોર્ટલ પર સરળતાથી લોગીન કરી શકો છો. આ પછી, Continue નો વિકલ્પ તમારી સામે આવશે, તેના પર ક્લિક કરો.
આધાર

આગળના સ્ટેપમાં, તમારી સામે એક ફોર્મ ખુલશે. માંગેલી તમામ માહિતી ભરો. તે પછી તમારો ફોટો અને ડિજિટલ સિગ્નેચર અપલોડ કરો. આ પછી, ફરીથી ચેક કરો કે તમે બધી માહિતી યોગ્ય રીતે ભરી છે કે નહીં, પછી તમે Proceed to submit form પર ક્લિક કરીને આગળ વધી શકો છો.

અંતે અહીં કરવુ પડશે પેમેન્ટ

ઉપરોક્ત તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારે પેમેન્ટ કરવુ પડશે. આ માટે, તમારે વેબસાઇટના Menu માં જવું પડશે અને પેમેન્ટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. જેમાં પેમેન્ટ કર્યા પછી, તમે Please Click Here to generate receipt પર ક્લિક કરો ડાઉનલોડ પણ કરી શકો છો.

સેન્ટર બુક કરવાની પ્રક્રિયા

બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, તમારે 1 થી 2 દિવસ રાહ જોવી પડશે. જ્યારે તમે ફરીથી લોગ ઇન કરો છો, ત્યારે તમે બુક સેન્ટર પર ક્લિક કરીને તમારા નજીકના સેન્ટરને પસંદ કરી શકો છો. આ પછી તમને તેની સાથે સંબંધિત પરીક્ષા લેવામાં આવશે. આ પછી તમારે તારીખ અને સમય સ્પષ્ટ કરવો પડશે જ્યારે તમે પરીક્ષા આપવા માટે ઉપલબ્ધ થશો. પછી તમને થોડા સમય પછી એડમિટ કાર્ડ મળી જશે, જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લઇ શકો છો.

Read Also

Related posts

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel
GSTV