GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અમદાવાદી ટ્રમ્પને જોવા પણ નહીં જઈ શકે : રોડ શો જોવા પણ જોઈશે ઓળખકાર્ડ

આગામી 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદના મહેમાન બની રહ્યા છે. જે દરમ્યાન તેઓ મેગા રોડ-શો યોજશે. પરંતુ જો તમારે ટ્રમ્પના રૂટ પરના રોડ પર ફક્ત ઉભું રહેવું હશે તો તેના માટે પણ આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે સત્તાવાર આદેશ બહાર પાડ્યો છે.

જે અંતર્ગત જે લોકોએ રોડ શો નિહાળવો હોય તેઓએ પોલીસે બનાવેલા આઈકાર્ડ પહેરીને શો જોવાનો રહેશે. સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ સામે આવેલી સોસાયટીઓમાં પોલીસ કમિશનર ઓફિસ તરફથી આપેલી સૂચના મુજબ 24 ફેબ્રુઆરીએ બંને મહેમાનોનો રોડ શો યોજાય ત્યારે રોડ શો જોવા આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે.

જે બાદ પોલીસ કમિશનર ઓફિસથી આઈકાર્ડ આપવામાં આવશે. આ આઈકાર્ડવાળી વ્યક્તિ જ સોસાયટીની બહાર રોડ શો માટે ઉભી રહી શકશે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ બહારના કોઈપણ વ્યક્તિએ પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલરને સોસાયટીમાં પાર્ક નહીં કરવા જણાવ્યું છે.

તો આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ગુજરાત મુલાકાતને પગલે જણાવ્યું કે ગુજરાત બન્ને મહાનુભાવોને સત્કારવા થનગની રહ્યું છે. ટ્રમ્પ વોશિંગ્ટનથી સીધા અમદાવાદ આવશે. બન્ને મહાનુભાવોનો રોડ શો યોજવામાં આવશે..જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

READ ALSO

Related posts

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વખત 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel

ગુજરાતમાં પાંચ શહેરોનું તાપમાન 43 ડીગ્રીને પાર, હવામાન વિભાગના મતે હજુ પણ ગરમી વધવાની શકયતા

Nilesh Jethva

ગુજરાતમાં ફૂટ્યો કોરોના બોમ્બ: લોકડાઉનમાં છૂટછાટ પડી રહી છે ભારે, રાજ્યમાં 405 કેસ કોરોના પોઝિટીવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!