GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

આધાર

હવે જો તમે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક, મોબાઇલ નંબર જેવા સામાન્ય કરેક્શન કરાવા માગતા હોય તો તમારે કોઇ અધિકારી અથવા જનપ્રતિનિધિ પાસે વેરિફિકેશન કરાવા માટે પરેશાન થવાની જરૂર નથી. યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ પાંચ સામાન્ય ઓળખમાં કરેક્શન માટે સક્ષમ ઓથોરિટી પાસે વેરિફિકેશનની જરૂરિયાત દૂર કરી દીધી છે. ફક્ત નામ,જન્મતિથિ તથા સરનામામાં બદલાવ કરાવા પર જ સક્ષમ અધિકારી અથવા જનપ્રતિનિધિ પાસે વેરિફિકેશનની જરૂરિયાત હશે.

તેના માટે યુઆઇડીએઆઇએ એક વિશેષ ફોર્મેટમાં પત્ર પણ જારી કર્યો છે. આ પત્રમાં બદલાવ કરવા સાથે સંબંધિત જાણકારી ભરીને જ વેરિફિકેશન કરાવાનું રહેશે. આ ફોર્મેટ પત્રના આધાર તથા કેન્દ્ર તથા યુઆઇડીએઆઇની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.

ઓળખ-સક્ષમ વ્યક્તિ

નામ તથા જન્મતારીખ- ગ્રુપ વન ગેજેટેડ ઑફિસર

સરનામુ અને નવા આધાર માટે- સ્થાનિક કાઉન્સિલર

ફોટો, મોબાઇલ નંબર,ઇ-મેલ આઇડી, લિંગ બાયોમેટ્રિક- કોઇ પાસે વેરિફિકેશન કરાવાની જરૂર નથી.

corona

આ રીતે ડાઉનલોડ કરો ફોર્મેટ

યુઆઇડીએઆઇની ઑફિશિયલ વેબસાઅટ uidai.gov.in પર જાઓ. અહીં My Aadhar વિકલ્પ સિલેક્ટ કરો. તે બાદ ડોક્યુમેન્ટ લિસ્ટનો વિકલ્પ પસંદ કરો. તેમાં ત્રીજા પેજ પર આ ફોર્મેટ ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇ આધાર કેન્દ્ર સવારે 9.20થી સાંજે 5.30 સુધી ખુલ્લુ હોય છે. 5.30 વાગ્યા સુધી કોઇપણ સમયે અહીં આધાર સેવાનો લાભ લઇ શકાય છે.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!