GSTV

… તો શું હવે મતદાન કરવા માટે જરૂરી હશે આધાર? જાણો શું છે મોદી સરકારની તૈયારી

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વોટ નાખવા માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવી શકે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે મતદાન નહીં કરી શકો. સરકાર હાલ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે અને સામાન્ય સહમતી સધાય છે તો આ કાયદાનું રૂપ લઇ શકે છે. બુધવારે લોકસભામાં પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં કાયદા મંત્રી કિરણ રિજિજૂએ આ મામલે જાણકારી આપી હતી.

આધાર

શું છે સમગ્ર મામલો

પશ્ચિમ બંગાળની ઉલુબેડિયા લોકસભા બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સજદા અહેમદબા એક સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ સંસદને જણાવ્યું હતું કે સરકાર ચૂંટણી સુધારાઓની દિશામાં સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે એ જોવા મળ્યું છે કે એક વ્યક્તિના એક કરતા વધુ જગ્યાએ વોટર આઈડી કાર્ડ હોય છે. તેને રોકવા માટે હવે વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

આધાર

શું આધાર કાર્ડ વોટર કાર્ડ સાથે લિંક થશે?

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું કે હાલના દિવસોમાં લૉ કમિશનએ ચૂંટણી સુધારના મુદ્દાઓની સંપૂર્ણ રીતે તપાસ કરી છે. તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ લૉ કમિશને ચૂંટણી સુધાર માટે જુદાજુદા પાસાઓ સામેલ કરતા 244વી અને 255વી રિપોર્ટ સોંપી છે.

જેમાં કેટલાંક એવા પ્રસ્તાવ લાગુ કરવામાં આવ્યા છે, જેમાં દોષિત સાબિત થતા ચૂંટણી લાડવામાટે યોગ્ય જાહેર કરવા, ચૂંટણી દરમ્યાન ખર્ચ અને ઓપિનિયન પોલના નિયમ અને પેડ ન્યુઝ પર પ્રતિબંધ લગાવવા જેવા સુધારા સામેલ છે.

હવે શું થશે?

આ ઉપરાંત, કાયદામંત્રીએ જણાવ્યું કે ચૂંટણી આયોગએ વિભિન્ન સ્થાનો પર એક જ વ્યક્તિના અનેક વોટર કાર્ડ હોવાની સમસ્યાએ રોકવા માટે વોટર લિસ્ટને આધાર ઇકો સિસ્ટમ સામે જોડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ મામલો હાલ સરકારમાં વિચારાધીન છે.

હાલ, વોટર કાર્ડ બનાવવા માટે આધારની માંગ કરવામાં આવે છે, જોકે, હજુ આધારનો ઉપયોગ ઓળખ કે સરનામાની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે. વોટર કાર્ડનો ડેટા આધાર કાર્ડ સાથે લિંક નથી કરવામાં આવતો. જો સરકાર ચૂંટણી આયોગના પ્રસ્તાવ હેઠળ ફેરફાર કરે છે તો આગામી દિવસોમાં વોટર કાર્ડને પણ પાન કાર્ડની જેમ આધાર સાથે લિંક કરવામાં આવશે. જેને લાગુ કરવા માટે ચૂંટણી સાથે સંકળાયેલ કેટલાંક નિયમોમાં પરિવર્તન કરવાની જરૂર પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!