GSTV
Business Trending

કામની વાત/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના પણ ડાઉનલોડ કરી શકો છો આધાર કાર્ડ, ફટાફટ જાણી લો પ્રોસેસ

આધાર

Aadhaar Card Latest News Update: આધાર કાર્ડ ધારકો માટે એક ખૂબ જ કામના સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, જો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા જઈ રહ્યા છો પરંતુ તમારી પાસે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નથી, તો તમે ખૂબ જ સરળતાથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આ માહિતી શેર કરી છે. જે લોકોનો મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર્ડ નથી તેઓ સરળતાથી UIDAIના આ સ્ટેપ્સ ફોલો કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ચાલો મોબાઈલ નંબર વગર આધાર ડાઉનલોડ કરવાની પ્રોસેસ સમજીએ.

આધાર

આધાર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

સૌથી પહેલા તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. તે પછી My Aadhaar પર ક્લિક કરો. આ પછી, Get Aadhaar કેટેગરીમાં, તમારે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ (Order Aadhaar PVC Card) પર ક્લિક કરવાનું રહેશે. તે પછી એક નવું પેજ ખુલશે અને ત્યાં પણ તમારે Order Aadhaar PVC કાર્ડના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે 12-અંકનો આધાર નંબર અથવા 16-અંકનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર (VID) એન્ટર કરી શકો છો. તેને એન્ટર પછી, તમારે સિક્યોરિટી કોડ એન્ટર કરવો પડશે.

આધાર

જો તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આધાર ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તો આધાર નંબર અને સિક્યોરિટી કોડ નાખ્યા બાદ તમારે ”My mobile number is not registered’ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારે વૈકલ્પિક મોબાઇલ નંબર અથવા અનરજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે Send OTP પર ક્લિક કરવાનું રહેશે. તે પછી ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ ચેકબોક્સ પર ક્લિક કરો અને છેલ્લે સબમિટ પર ક્લિક કરો. ક્લિક કરવા પર, તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે. અહીં તમને રિપ્રિન્ટિંગની વેરિફિકેશન માટે પ્રિવ્યુ આધાર લેટરનો વિકલ્પ મળશે. અહીં તમારે મેક પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

GSTV

Read Also

Related posts

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth
GSTV