મોબાઇલ એપથી સરળતાથી કરી શકાશે આધાર વેરિફિકેશન

આધાર ઑથેંટિકેશનનો ઉપયોગ કરનાર ટ્રાન્ઝેક્શનની સંખ્યા સપ્ટેમ્બરમાં 100 થી 150 કરોડ સુધી પહોંચી ગઇ છે. આ બાયોમેટ્રિક આઇ.ડીનો ઉપયોગમાં આવેલા આ મોટા ઉછાળાને જોઇને સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ mAadhaar એપ પર આધાર ઑથેંટિકેશનના ફિચરને લઇને આવશે જેનાથી આધાર ઑથેંટિકેશનની પ્રક્રિયા વધારે સરળ બનશે.

સરકારી સૂત્રોનુસાર, સપ્ટેમ્બર મહિનામાં 148.3 કરોડ આધાર ઑથેંટિકેશન થયા, જે દેશની કુલ જનસંખ્યા કરતા પણ વધારે છે. ગત ડિસેમ્બરમાં આ સંખ્યા 17 કરોડ હતી જે આ વર્ષે કેટલાય ગણા વધી ગઇ છે. એનો અર્થ એ થયો કે, આધાર કાર્ડધારક વિવિધ લાભ મેળવવા મહિનામાં એક કે બે વખતે તેનો ઉપયોગ કરે છે.

આ સમયે લગભગ 118.5 કરોડ લોકોની પાસે આધાર છે, તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ OTP આધારિત આધાર ઑથેંટિકેશન પોતાની તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી એપ mAadhaar પર પણ ઇનેબલ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં 31 કરોડ ટ્રાન્ઝેક્શન OTPના ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા.

UIDAIની સૌથી મોટી મુશ્કેલી ખરાબ મોબાઇલ નેટવર્ક અને સિગ્નલ, જેના કારણથી સમય પર OTP યૂઝર્સની સુધી પહોંચી નથી શકતા, કેટલીક વખત પાસવર્ડ સમય પર ડિલિવર નથી થતા. જૂલાઇમાં લોન્ચ થયેલી આ એપને અત્યાર સુધીમાં 10 લાખ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. આ એપમાં OTP કંફ્શન આવ્યા પછી મોબાઇલ નેટવર્ક્સ પરની નિર્ભરતા પૂરી થઇ જશે.

mAadhaar એપમાં ટાઇમ-બેસ્ડ OTP (TOTP) હશે જેનાથી ફોન પર OTP મેળવવાની રાહ જોવાની બાધ્યતા પૂરી થઇ જશે. એપમાં હમેશાં એક TOTP હશે જે 30 સેકન્ડ્સમાં બદલાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter