આજકલ દરેક કામ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂરિયાત હોય છે. ગેસ બુકિંગથી લઈને બેન્કમાં ખાતુ ખોલાવવા સુધી આ બંને ડૉક્યૂમેન્ટ્સની માગ કરવામાં આવે છે. બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવવાનું હોય અથવા કોઈ સરકારી સ્કીમનો ફાયદો ઉઠાવવાનો હોય. આધાર એક ખૂબ જ જરૂરી ડૉક્યૂમેન્ટ હોય છે. આધાર અને પાન કાર્ડ એકબીજા સાથે લિંક હોય તો કામ વધુ સરળ બની જાય છે.
આધાર, પાન કાર્ડમાં નામ છે અલગ-અલગ
ઘણી વખત જોવામાં આવ્યું છે કે, આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અલગ હોવાથી અથવા ફરી સ્પેલિંગમાં થોડુ પણ અંતર હોવાથી પણ આ બધા કામ અટકી જાય છે. જો તમારી સાથે પણ આવુ છે અને સમજમાં નથી આવી રહ્યું કે, આ મુશ્કેલીને કેવી રીતે ઠીક કરીએ તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સરળ રીત જેનાથી આધાર અને પાન કાર્ડમાં નામની મિસમેચને ઠીક કરી શકાય છે.

PAN કાર્ડમાં નામમાં સુધાર
સૌ પ્રથમ તમારે National Securities Depository Limited એટલે NSDL ની વેબસાઈટ https://www.onlineservices.nsdl.com પર જવાનું રહેશે. અહીંયા પર ‘Correction in Existing PAN’ને સિલેક્ટ કરો. બાકી જાણકારીઓ ભરો બાદમાં સાચા નામવાળુ ડૉક્યૂમેન્ટ અટેચ કરો અને બાદમાં સબમિટ કરો. આ કરેક્શન માટે એક મામૂલી ફી લેવામાં આવે છે. સાચા નામવાળું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર 45 દિવસની અંદર મોકલવામાં આવે છે.
Aadhaar કાર્ડમાં નામમાં સુધાર
જો હવે તમારે આધાર કાર્ડમાં નામમાં સુધાર કરવાનો છે તો તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું રહેશે. એક ફોર્મ ભરવાનું હશે. જેમાં તમારે જે પણ સુધાર કરવાનો છે તેને ભરો. આ ફોર્મની સાથે સાચુ નામવાળુ ડૉક્યૂમેન્ટ અટેચ કરી જમા કરી દો. તે માટે 25 થી 30 રૂપિયાની મામૂલ ફી લાગે છે આ ફી સેન્ટરના હિસાબથી અલગ-અલગ થઈ શકે છે. આ પ્રક્રિયાથી તમારા નામમાં સુધારો થઈ જાય છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત