GSTV
Home » News » અડવાણીની ટીકિટ કપાતા કોંગ્રેસનો કટાક્ષ, કહ્યું- ધુરંધર સાંસદનું સ્થાન એક તડીપાર લઈ રહ્યો છે

અડવાણીની ટીકિટ કપાતા કોંગ્રેસનો કટાક્ષ, કહ્યું- ધુરંધર સાંસદનું સ્થાન એક તડીપાર લઈ રહ્યો છે

ભાજપ દ્વારા ગુરૂવારે સાંજે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં લાલકૃષ્ણ અડવાણીની ટીકિટ કપાતા કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યો છે. કોંગ્રેસી નેતા પીએલ પુનિયાએ કહ્યું, અડવાણી જેવા ધુરંધર સાંસદની જગ્યાએ તડીપાર રહેલા અમિત શાહ (ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર) લઇ રહ્યાં છે. જોકે, જનતા બધુ જાણે છે કે આ કઈ રીતે બદલાયું અને પાર્ટી સંપૂર્ણ રીતે એક વ્યક્તિના તાબા હેઠળ ચાલે છે.

પીએલ પુનિયાએ અડવાણીના સ્થાને અમિત શાહને ટીકિટ આપ્યા બાદ કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણી જેવા ઉત્કૃષ્ટ સાંસદને તડીપાર અમિત શાહ દ્વારા પ્રતિસ્થાપિત કરવામાં આવ્યા છે. હવે લોકોને જાણવા મળ્યું છે કે ભાજપ ફક્ત અમિત શાહ દ્વારા સંચાલિત કરાઈ રહી છે. વિચારવા જેવી વાત છે કે 1991માં પ્રથમ વખત ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડનારા અડવાણીએ 1998, 1999, 2004, 2009 અને 2014માં થયેલી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.

જૈન હવાલા ડાયરી મામલામાં તેમના નામનો ઉલ્લેખ થયા બાદ ફક્ત એક વખત 1996માં અડવાણીએ ચૂંટણી લડી નહોતી. ભાજપે ગુરૂવારે સાંજે 11 એપ્રિલથી શરૂ થયેલી લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત 184 ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. 23મેના રોજ લોકસભા બેઠકનું પરીણામ આવશે.

READ ALSO

Related posts

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

Mansi Patel

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બોલ્યા પીએમ મોદી, હવે દુનિયાએ કાર્યવાહી કરવાની જરૂર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!