GSTV

એક તરફી પ્રેમમાં પાગલ બન્યો યુવક, ભરબજારમાં યુવતીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી

Last Updated on February 3, 2020 by Ankita Trada

મહારાષ્ટ્રાના વર્ધામાં એક તરફી પ્રેમમાં એક યુવકે મહિલા ટીચરને જીવતી આગ ચાંપી દીધી હતી. આ ઘટના હિંગણઘાટ તહસીલના નંદોરી ચોકમાં બની હતી, જ્યાં સોમવારે આરોપીએ મહિલા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં મહિલા બળી ગઈ ત્યારે તેણીને હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ યુવક ટીચર મહિલાને પ્રેમ કરતો હતો, પરંતુ મહિલા તેણીને પ્રેમ કરતી ન હતી તે જ તેની જીંદગી બરબાદ થવાનું કારણ બની ગયું હતું.

હાલમાં આ ઘટનામાં પીડિતા ખૂબ જ ગંભીર જણાઈ રહી છે. જો કે, ઘટના બાદ પીડિતાને ઉપ-જિલ્લા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી ડૉક્ટરે પીડિતાને નાગપુરની ઓરેન્જ સિટી હોસ્પીટલમાં મોકલવામાં આવી છે.

હિંગણઘાટની પોલીસ ઈન્સપેક્ટર બંડીવારે આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, પીડિતાની ઉંમર 24 વર્ષ છે અને તેણી કોલેજમાં છેલ્લા 7 મહિનાથી ભણાવી રહી છે. યુવકને ઘણી વખત પીડિતા મહિલાને પોતાના પ્રેમ વિશે જણાવ્યું હતું, પરતું પીડિતાને ના પાડતા આરોપીએ તેને જીવતી સળગાવવાની કોશિશ કરી હતી. આ ઘટના આજે સવારે 7 વાગે બની હતી. હાલમાં તો પોલીસે આ મામલે કેસ દાખલ કરી આરોપી યુવકની તપાસમાં લાગી ગઈ છે.

READ ALSO

Related posts

નોકરીની તક / ભારતનું પ્રથમ ‘સ્કિલ ઇમ્પેક્ટ બોન્ડ’ લોન્ચ, 50 હજાર યુવાનોને થશે લાભ

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

Parenting Tips / બાળકો પર પ્રેશર નાખવાથી આવે છે ગંભીર પરિણામ, પેરેન્ટ્સ સીખી લે મોટિવેટ કરવાના આ ગુણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!