GSTV
Home » News » સુરત: લો એન્ડ ઓર્ડરની સુરત બગડી, સરાજાહેર રત્નકલાકાર યુવાનની હત્યાથી અરેરાટી

સુરત: લો એન્ડ ઓર્ડરની સુરત બગડી, સરાજાહેર રત્નકલાકાર યુવાનની હત્યાથી અરેરાટી

સુરતના ડીંડોલી વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક યુવકની સરા- જાહેરમાં હત્યા કરી દેવાયાની ઘટના સામે આવી છે. પ્રેમ પાટીલ નામના યુવકની હત્યા બાદ ડીંડોલી પોલીસ સહિત ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાને અંજામ આપીને હત્યારા ફરાર થઇ ગયા છે. ત્યારે હાલમાં હત્યાનું કારણ અકબંધ છે. મળતી માહિતી મુજબ મૃતક પ્રેમ પાટીલ 3 મહિના પહેલા જ પરણેલો હતો. અને તે ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો.

સુરતમાં હત્યા-લૂંટની ઘટના રોજબરોજ વધી રહિ છે. તેમજ પોલીસ ઉઁઘતી હોય તેવું દ્રશ્ય દેખાય રહ્યું છે. જો કે મૃતક પ્રેમ પાટીલની હત્યા શા માટે કરવામાં આવી તે પોલીસ તપાસનો વિષય છે. તેમજ આ મામલે સુરત પોલીસ સત્વરે ઘટતું કરે તેવી લોકમાગ ઉઠવા પામી છે.

READ ALSO

Related posts

નિત્યાનંદ આશ્રમને લઈને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ઉઠાવ્યા આ સવાલ

Nilesh Jethva

2022માં ઉત્તર પ્રદેશમાં અમારી જ સરકાર બનશે, શિવપાલ એસપી સાથે કરી લેશે ગઠબંધન

Mansi Patel

નિત્યાનંદ આશ્રમ મામલે થયેલી હેબિયર્સ કોપર્સની સુનાવણી આવતીકાલે થશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!