આ છોકરી શરીરનું એવું અંગ ખુલ્લું સાથે લઇને ફરે છે કે તમે જોઈ લેશો તો દંગ રહી જશો

કેટલીક ચીજવસ્તુઓ કલ્પનાથી પણ ઉપર હોય છે. આ મામલો એવો જ સાબિત થઈ રહ્યો છે. અહીં વાત થઈ રહી છે એક યુવતીની જે અન્યથી બિલકુલ અલગ છે. જેનો ચહેરો જોઈ કોઈને લાગતુ નથી કે સામાન્ય દેખાતી યુવતી આવુ અનોખું કામકાજ કરી શકે છે. ખડખડાટ હસતી યુવતીને સૌ કોઈ પસંદ કરે છે, પરંતુ જેવુ લોકોનું ધ્યાન તેના પગ તરફ જાય છે ત્યારે લોકોની આંખો મોટી થઈ જાય છે. તમે વિચારી રહ્યા હશો કે એવુ તો શુ છે કે જેને જોયા બાદ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. ખરેખર, લોકોને આ યુવતીના એક પગમાં હાડકુ દેખાય છે.

અમેરિકામાં રહેતી કિસ્ટ્રી લોયાલ નામની આ યુવતીને આજે આ કારણથી પ્રસિદ્ધ બની છે. લોકો તેને સામાન્ય યુવતીની બહાદૂરી માને છે. તે કહે છે કે આ યુવતી સમાજની સામે મિસાલ છે. જેની બરોબરી કોઈ કરી શકશે નહીં. આ મજબૂત હૃદયની યુવતી છે, એટલે દરેક મુશ્કેલી સામે પ્રતિકાર કરી શકે છે. સ્થાનિક લોકોનું કહેવુ છે કે જો ક્રિસ્ટીનું આ કારનામુ અજાણ્યા લોકો જોવે તો તેમનું દિલ પણ સલામી આપવાનુ કહે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટીની કેટલીક એવી તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસ્વીરોને સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

Feeling #fruity #amputee #skeleton #foot #banana #fruitbowl #onefootwander

A post shared by cancer foot👣✂ (@onefootwander) on

વર્ષ 2016માં ક્રિસ્ટીને પોતાનો પગ બહેરો મહેસૂસ થયાનો અનુભવ થયો હતો. ધીરે-ધીરે આ ઓછુ થવાને બદલે વધવા લાગ્યું. તબીબે કહ્યું કે ક્રિસ્ટીનો જમણો પગ એક દુર્લભ પ્રકારના કેન્સરથી ગ્રસ્ત છે.  તેથી તેનો પગ કાપવો પડશે. ક્રિસ્ટીના જીવનનો આ સૌથી દર્દનાક દિવસ હતો. તબીબોની સલાહ બાદ ક્રિસ્ટ્રીએ પોતાના તરફથી એક પ્રસ્તાવ રાખ્યો. તેણીએ કહ્યું કે, ઓપરેશન બાદ તે પોતાના કપાયેલા પગને પોતાની પાસે રાખવા ઈચ્છે છે. જેને કારણે લોકોને આશ્ચર્ય સર્જાયુ કે આ યુવતી કેમ આવુ બોલી રહી છે? શું આ મજાકના મૂડમાં તો નથી ને…?

 

View this post on Instagram

 

Made a friend today #amputee #skeleton #foot #skull #onefootwander

A post shared by cancer foot👣✂ (@onefootwander) on

પરંતુ ક્રિસ્ટી પોતાના વાત પર મક્કમ હતી. જોકે, ક્રિસ્ટીના માતા-પિતા આવુ કરવાથી ઘણી વખત રોકી પરંતુ 25 વર્ષીય ક્રિસ્ટી આવુ ના કરે તો તેને આ પસ્તાવો  જીવનપર્યત રહેત. આખરે ક્રિસ્ટીની વાતને માની ગયા. ઓપરેશન બાદ તેની આ ઈચ્છા પુર્ણ થઈ.

 

View this post on Instagram

 

Frolicked through the sunflowers earlier #sunflower #amputee #skeleton #foot #barbedwire #country #onefootwander

A post shared by cancer foot👣✂ (@onefootwander) on

પગનું હાડકું પાછું લીધા બાદ ક્રિસ્ટીએ તેને એક કંપનીમાં સાફ કરવા મોકલ્યું. ત્યારબાદથી ક્રિસ્ટી જ્યાં પણ જાય છે તેને સાથે લઈને જાય છે. ફક્ત એટલું જ નહી, ક્રિસ્ટીના આ પરાક્રમને લોકો ઈન્સ્ટ્રાગામ પેજ પર તેને ‘વનફૂટવંડર’ નામ આપ્યું છે. હવે આ પેજ દ્વારા ક્રિસ્ટી પોતાની સારવારના પૈસા એકત્રિત કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રિસ્ટીને લગભગ 20,000 લોકો ફૉલો કરી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter