GSTV
Ajab Gajab Life News Relationship Trending World

સખણાં રહેજો રાજ ! પતિની ફરવાની આદતથી કંટાળેલી પત્નીએ પતિને ઓનલાઈન વેચી માર્યો, ઓનલાઈન બોલી લગાવી

પતિ-પત્નીના સંબંધોમાં જ્યાં અઢળક પ્રેમ હોય છે, ત્યાં વળી અમુક સંબંધોમાં ખટાશ પણ આવી જતી હોય છે. કેટલીય વાર વાત એટલી આગળ વધી જાય છે કે, બંને વચ્ચે અલગ થવાની સ્થિતી આવી બને છે. પણ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, પતિ સાથે ઝઘડો કર્યા બાદ પત્ની તેની ઓનલાઈન હરાજી કરી નાખે. આપને સાંભળીને થોડી નવાઈ લાગશે પણ આવું બન્યું છે. ન્યૂઝીલેન્ડમાં રહેતી એક મહિલાએ કંઈક આવું જ કર્યું છે. પહેલા તો તેણે પોતાના પતિને વેચી મારવાની જાહેરાત આપી. બાદમાં એક ટ્રેડીંગ વેબસાઈટ પર તેને અપલોડ કરી દીધી.

એટલા માટે ઉઠાવ્યું આ પગલું

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડમાં રહેતી લિંડા મૈકએલિસ્ટરે પોતાના પતિ જોન મેકએલિસ્ટરની વધારે પડતી ફરવાની આદતથી હેરાન થઈ ગઈ હતી. લિંડાએ લોકલ મીડિયાને જણાવ્યું હતું કે, બાળકોને રજાઓ ચાલી રહી હતી અને બાળકોનું ધ્યાન રાખવાની જગ્યાએ તે બહાર ફરતો રહે છે. તેને કહ્યા વગર જ તે ઘરની બહાર ફરવા જતો રહે છે. આ બંનેના લગ્ન 2019માં થયાં હતાં. તેમને બે દિકરા પણ છે. જોન આયરિશ મૂળનો છે. જોનનું કહેવું છે કે, તેને પત્નીની જાહેરાત ખૂબ જ મજેદાર લાગી અને તેને જોઈને તે ખૂબ હસવા લાગ્યો હતો.

શું હતું જાહેરાતમાં

લિંડાએ પતિને વેચવાની આ જાહેરાત તૈયાર કરી હતી તે ખૂબ જ મજેદાર હતી. તે જાહેરાત બનાવ્યા બાદ પતિ જોનને Trade Me पर ‘Husband for Sale’ અંતર્ગત લિસ્ટ કર્યો. જાહેરાતમાં તેણે જણાવ્યું છે કે, તે 6 ફૂટ 1 ઈંચ લાંબો છે. તેની ઉંમર 37 વર્ષ છે. વ્યવસાયે તે ખે઼ડૂત છે. લિંડાએ કંડીશન વાળા સેક્શનમાં ‘Used Condition’ લખ્યું છે. એટલું જ નહીં લિંડાએ લખ્યું કે, જોઈ કોઈ આને ખરીદશે તો ફ્રી શિપીંગ પણ કરવામાં આવશે. ખરીદનારાઓએ આ જાહેરાતને ગંભીરતાથી લીધી લિંડાને આ જાહેરાતને 12 બિડ્સ મળ્યા છે. જો કે, ત્યાં સુધીમાં આ વેબસાઈટ પરથી જાહેરાત હટાવી દેવામાં આવી હતી.

READ ALSO

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV