GSTV

અમદાવાદ: ‘ડૉક્ટરે કહ્યું છે કે સેક્સ નહીં કરૂ તો બિમાર પડી જઈશ’ એવું કહીને મને બાહોમાં લઈ લીધી

ઘટના છે અમદાવાદના જુહાપુરા વિસ્તારની. ત્યાં એક 24 વર્ષીય મહિલાએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે 40 વર્ષીય એક અજ્ઞાત વ્યક્તિ ગુરૂવારે પોતાના ઘરમાં પ્રવેશ્યો હતો. આ પછી તેણે સ્ત્રીની બંને બાહો પકડી અને સેક્સ કરવાનું કહેવા લાગ્યો.

ફરિયાદ કરનારે તેની ફરિયાદમાં પણ ઉલ્લેખ કર્યો છે કે તે વ્યક્તિએ મહિલાને સેક્સ કરવા પાછળ કેટલીય વખત કરગર્યો હતો. ફરિયાદ મુજબ આરોપી વ્યક્તિએ કહ્યું, ‘મારા ડૉક્ટરે મને સેક્સ માણવાની સલાહ આપી. જો તું મને પ્રેમ કરવા નહીં દે તો હું બીમાર થઈશ. ‘

પોલીસને ફરિયાદ આપવામાં આવી છે એમા કહેવામાં આવ્યું છે કે “મારો પતિ ઑફિસ ગયો હતો અને હું ઘરેલુ કામમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન એક દાઢીવાળો વ્યક્તિ ઘરમાં આવી અને મને કહ્યું કે હું સુંદર છું અને તારી જેવી એક સ્ત્રી સાથે લગ્ન કરવા માંગુ છું.

ફક્ત એટલું જ નહિ, તે સ્ત્રીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે “તે હાથ પકડીને કિસ કરવા લાગ્યો. આ પછી તેમણે એમ પણ કહ્યું કે ડોક્ટરે તેમને કહ્યું કે જો તેઓ સેક્સ નહીં કરે તો તે બીમાર પડી જશે. સ્ત્રી કહે છે કે ‘મેં તેને કહ્યું કે હું પહેલાથી જ પરિણિતા છું અને મારા પતિ નોકરી પર ગયા છે. પછી મેં તેને છોડવાનું કહ્યું. મેં તેને એમ પણ કહ્યું કે હું ગર્ભવતી છું. ‘

આ સમગ્ર ઘટના પછી આરોપીએ ફરિયાદીને કહ્યું કે તે તેના મિત્રની જેમ છે. આ રીતે તેને મનોરંજન કરવું જોઈએ. આરોપીએ મહિલાને એમ પણ કહ્યું કે તારી જેવી સ્ત્રી સાથે લગ્ન કરવામાં મદદ કર. મહિલાએ કહ્યું કે ‘તે માણસ મારો ફોન નંબર પણ પૂછતો હતો. જ્યારે મે કહ્યું કે તારી અને મારી ઉમરમાં ખૂબ તફાવત છે અને તે ઘરેથી નાસી છુટ્યો હતો.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!