GSTV
Life Relationship Trending

જ્યારે પત્નીએ પતિની ગર્લફ્રેન્ડને કહ્યું-તું પણ તેને ખુશ નહી કરી શકે…

જેલ

તે હકીકત છે કે સંબંધો નાજુક હોય છે. એકવાર જો સંબંધોમાં ગાંઠ પડી જાય તો પછી ગમે તેટલા પ્રયાસો કરી લો ખુલતી નથી. સંબંધો ગુમાવવાનું જેટલું દુખ થાય તેના કરતાં તેને પરત મળવાની ખુશી ઓછી હોય તો તેનાથી દુખદ બીજુ કંઇ નથી. એકવાર જો સંબંધમાં અંતર આવી ગયું તો પછી તે દૂર થવું મુશ્કેલ થઇ જાય છે.

આવી જ એક કહાની વિશે આજે અમે તમને જણાવીશું જેમાં પતિને કોઇ અન્ય મહિલા સાથે પ્રેમ છે પરંતુ મહિલાને પોતાના પતિથી નારાજગી પણ નથી અને ન તો તેની પ્રેમિકા પર ગુસ્સો. પરંતુ મહિલાએ પોતાના પતિની ગર્લફ્રેન્ડને પત્ર લખ્યો. ચાલો વાંચીએ….

મને આશા છે કે તને તારા બોયફ્રેન્ડની પત્નીનો પત્ર મળવાથી આશ્વર્ય નહી જ થયું હોય. તે સ્પષ્ટ છે કે મારુ તમારી દુનિયામાં કોઇ અસ્તિત્વ નથી. ખાસ કરીને વર્તમાનમાં તો બિલકુલ નહી. તને ખબર પડી જ હશે કે કોઇએ તેના દિકરાને જન્મ આપ્યો છે. તમારા હિસાબે તો હું કદાચ મચી ચુકી છું. હુ મરી નથી. અમે સાથે રહીએ છીએ. ભલે થોડા સમય માટે જ. અમે આજે પણ એક જ પથારીમાં સુઇએ છીએ. જઓ કે તે જેવું નથી જેવું મે તમારા વિશે સાંભળ્યું છે.

હું તેને નવો ફોન ચલાવવાનું શીખવી રહી હતી, ત્યારે જ એક ઇમોજી અને કિસ સાથે ટેક્સટ મેસેજ પૉપ-અપ થાય છે. તારા મોબાઇલ નંબરની મદદથી તારુ સોશિયલ મીડિયા એકાઉન્ટ શોધવામાં તકલીફ ન થઇ અને તે બાદ ઇલેક્ટોરલ રૉલથી તારુ એડ્રેસ પણ મળી ગયુ.

તુ તારા પેરેન્ટ્સ સાથે રહે છે, તેના ઑફિસથી થોડા જ અંતરે…મે આની પહેલાં ક્યારેય તેનો ફોન ચેક નથી કર્યો. મારી પાસે કોઇ કારણ જ ન હતું. મને હજુ પણ અપરાધ મહેસૂસ થાય છે કે હું તમારી વાતચીત વાંચુ છુ. હું તારા પર ગુસ્સે નથી. તુ ઘણી જવાન દેખાય છે અને ખૂબસુરત પણ છે. હું મારા પતિથી નારાજ નથી. તે બિમાર છે. ઘણા વર્ષો સુધી મે તેને ડિપ્રેશન સામે લડવામાં મદદ કરી છે. તે પોતાની બિમારી સ્વીકારવા તૈયાર ન હતો અને ન તો સારવાર કરાવવા તૈયાર હતો.

મે ઘણાં કલાકો સુધી તેની વાતો સાંભળી છે. તે કહેતો હતો કે તેની કામયાબીના રસ્તામાં જે કંઇ પણ આવશે તે તેને ખતમ કરી નાંખશે. મે તેને બિઝનેસમાં અસફળ થવા દરમિયાન, ઘર અને નોકરી બદલતી વખતે, દરેક સમયે સપોર્ટ કર્યો છે. મે તેને ખુશ કરવા માટે મારી પોતાની જીંદગી નીચે ધકેલી દીધી પરંતુ મને તે અહેસાસ થવામાં ઘણો લાંબો સમય લાગ્યો કે હું તેને ખુશ નથી કરી શકતી. તુ પણ તે કરવામાં સક્ષમ નથી.

જ્યારથી મને તમારા વિશે જાણ થઇ છે, હું તેની તપાસ કરવા લાગી છુ. હવે હું તેને સવાલ પુછુ છું અને તેને ખોટુ બોલતા જોઉ છુ. હું તે જોઇને દંગ રહી જાઉ છું કે શરૂઆતથી જ તે મારી સાથે ખોટુ બોલતો હતો, પોતાની ઉંમર, એક્સ વાઇફ, પોતાનો વયસ્ક દિકરો અને પોતાના આર્મીમાં હોવા વિશે પણ.

તને લાગતું હશે કે તે હીરોઇક સિંગલ ડેડ છે જે પોતાના કરિયર વચ્ચે પોતાના બાળકની સારસંભાળ રાખે છે. તને લાગતું હશે કે તેના પર કામનું વધુ પડતું ભારણ છે. તેણે તારા ખર્ચા અને હોટેલ બિલ્સના પેમેન્ટ માટે એક સિક્રેટ ક્રેડિટ કાર્ડ રાખ્યું છે જ્યારે મે ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે ઘરની વસ્તુઓ વેચી.

શું તે ખરેખર બિમાર છે? કે પછી તે ફક્ત એક કલાકાર છે. જો કે જે શખ્સને હું પ્રેમ કરતી હતી, તેનું અસ્તિત્વ ખતમ થઇ ચુક્યુ છે. મને આશા છે કે તારી આંખો જલ્દી ખુલી જશે. મને તે પણ આશા છે કે તેનાથી તારુ દિલ નહી તૂટે. તુમ એક પરણિત પરુષ સાથે અફેર કરતાં વધુ ડિઝર્વ કરે છે. મને આશા છે કે તને તારો પ્રિન્સ ચાર્મિંગ જરૂર મળશે.

Read Also

Related posts

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel

GUJARAT ELECTION / સુરતની મુખ્ય 12 બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા લગાવાયું એડીચોટીનું જોર, જાણો કઈ બેઠક પરથી ક્યો ઉમેદવાર મેદાનમાં

Kaushal Pancholi

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel
GSTV