તમારી સિગારેટની એક ફૂંક તમારા બાળકની જિંદગી ચિથડેહાલ કરી શકે છે,જાણો સંશોધન

વ્યસન કરવું એ માત્ર તમારા માટે જ ખરાબ નથી પણ તમારા બાળકો માટે પણ એટલું જ ખરાબ છે. આવનારી પેઢી માટે તમારૂ વ્યસન ખતરારૂપ સાબિત થઈ શકે છે.

એક શોધમાં ખબર પડી છે કે માણસ પત્નીના ગર્ભધારણ સમયે સિગારેટ પીવે છે એના બાળકમાં શુક્રાણુઓની માત્રા 50 ટકા જેટલી ઘટી જશે. સ્વીડનનાં લુંડ વિશ્વ વિદ્યાલયનાં અનુમસંધાનકર્તાઓએ સ્વીડનમાં 17થી 20 વર્ષનાં 104 માણસોમાં આ સર્વે કર્યો છે.

સંશોધકો અનુસાર જ્યારે તેઓએ સગર્ભા મહિલાના નિકોટિનની તપાસ કરી તો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે ધૂમ્રપાન કરનાર પિતાના બાળકમાં 50% શુક્રાણુ ઓછા છે.

યુનિવર્સિટીના જોનાતન એક્સેલસન કહે છે કે, “મને જાણીને આશ્ચર્ય થયું કે જે માતાનાં નિકોટિનના સંપર્કમાં ન પણ આવ્યું હોય તો પણ, તે બાળકોમાં શુક્રાણુઓની સંખ્યા ખૂબ ઓછી હતી.” તેવી જ રીતે વીર્ય સાથે સંકળાયેલા અન્ય પરિમાણોમાં પર્યાવરણ પણ જવાબદાર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter