GSTV
Home » News » આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

ન્યૂઝીલેન્ડના વ્હાઇટ આઇલેન્ડમાં સોમવારે અચાનક જ્વાળામુખી ફાટ્યો. જેના કારણે પાંચ લોકોના મોત થયા. જ્યારે કે હજુ કેટલાક લોકો ગુમ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્વાળામુખી ફાટ્યો ત્યારે તેની આસપાસ આશરે 100 જેટલા લોકો એકત્ર હતા. જો કે આશરે 23 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા ઓર્ડને કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. જેમાં મોટા ભાગના પ્રવાસીઓ છે. જવાળામુખી ફાટવાના અહેવાલ પ્રાપ્ત થતા જ યુદ્ધના ધોરણે રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. જેમાં સૈન્ય પ્લેન અને હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી. ઉપરાંત જવાળામુખી આસપાસના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરી દેવાયો. જ્વાળામુખી ફાટ્યા બાદ દૂર દૂર સુધી તેનો ધૂમાડો અને રાખ જોવા મળી.

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!