GSTV
Home » News » કચ્છનું એક એવું ગામ જ્યાં એક પણ મકાન પર નથી છત, સાણોસરામાં આજે પણ છે ડરનો માહોલ

કચ્છનું એક એવું ગામ જ્યાં એક પણ મકાન પર નથી છત, સાણોસરામાં આજે પણ છે ડરનો માહોલ

છત વગરનું ગામ આ શબ્દ સાંભળી આપને નવાઈ લાગશે.  પરંતુ ભુજ તાલુકાનું એક એવું ગામ છે જ્યાં વર્ષોથી છત ના બનાવની પરંપરા ચાલી આવે છે. માત્ર દેશી નળિયાં અથવા પતરાનાજ મકાન તમને આ ગામમાં જોવા મળશે. આ ગામમાં આજ દિન સુધી કોઈ રહેવાસીએ છત નથી બાંધી જો કોઈ છત બાંધવાનો પ્રયાસ કરે તો ચમત્કારી રીતે તેમના પરિવારમાં કોઈ દુર્ઘટના ઘટે છે તેવી માન્યતા ગામજનોમાં વર્ષોથી છે. આજના આ આધુનિક યુગમાં શહેરોમાં બહુમાળી મકાનો જોવા મળે છે. પરંતુ ભુજ તાલુકાનું સણોસરા ગામ જ્યાં માલધારી રબારી સમાજ રહે છે. પરંતુ આજ દિન સુધી અહીં છત વારા ઘર કોઇએ નથી બનાવ્યા. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે પણ આ ગામ કોઈ છત નથી બનાવતું.

જેના કારણે છત વગરના ગામ તરીકે ઓળખાય છે. છત ન બાંધવા પાછળનું કારણ શું તે જાણવા અમારી ટિમ સણોસરા પહોંચી અને ગામના વડીલો સાથે વાતચીત કરી. ગામના વડીલના કહેવા મુજબ અંદાજે 600 વર્ષ પહેલાં ખુબજ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પાસે પશુઓ હતા અને પશુઓ રાખવા માટે જગ્યા નહોતી.. ત્યારે અમારા પૂર્વજોએ માતાજી પાસે પ્રાર્થના કરી. માતાજીના  પૂજારી  હાથમાં જ્યોત અને છીપર લઈ આજના આ સણોસરા ગામે પહોંચી રહેવા માટેની આજ્ઞા હતી. સાથે જ છત વારુ મકાન ન બનાવની પણ વાત કહીને ગામમાં વસવાટ શરૂ થયો હતો.

વર્ષો પહેલા ગામની નજીક તેઓના સમાજના એક ભાઈએ છત વારુ મકાન બનાવવા પ્રયાસ કર્યો હતો.. ત્યારે તેઓની આંખોની રોશની જતી રહી હતી..ત્યારબાદ કેટલાક વર્ષો બાદ અન્ય એક વ્યક્તિએ છત સાથેનું મકાન બનાવવા તૈયારી કરી તો તેમની પણ આંખોની રોશની જતી રહેતા તેઓએ મકાન પાછું જમીન ધ્વસ્ત કરતા આંખોની રોશની પછી આવી હતી.

કચ્છમાં ભૂકંપ બાદ અહીં સંસ્થાઓ દ્વારા છત વારા મકાન બનાવી આપવાની તૈયારી બતાવી હતી..પરંતુ સણોસરા ગામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર છત વારા મકાન નહીં બનાવવા જણાવ્યું..કચ્છ જિલ્લો ઝોન- 5માં આવતો હોવાતી સંસ્થા દ્વારા અર્ધનાલાના મકાનો બનાવી અપાયા..પરંતુ નવાઈની વાત તો એ છે કે આ સણોસરા ગામનો રબારી સમાજ અન્ય કોઈ જગ્યાએ સ્થાયી થાય તો પણ તે રહેવા માટે દેશી નળિયાં વારા મકાન બાંધે છે..જો આ ગામના કોઈપણ લોકો અન્ય કોઈ જગ્યાએ છત વારા મકાન રહેવા માટે  આવે તો પણ તેઓના પરિવારમાં મોટી આફત આવતી હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે..

સણોસરા ગામના માલધારી રબારી સમાજના લોકો વર્ષોથી ચાલી આવતી આસ્થા સાથે જોડાયેલ પરંપરાને આજે પણ જાળવી રાખી છે. આવનારા દિવસોમાં યુવા પેઢી પણ આ પરંપરા જાળવી રાખશે તેવું સમગ્ર ગ્રામજન તેમજ યુવા પેઢી કહી રહ્યા છે.. અને એટલે જ આ ગામ આજે છત વગરનું ગામ તરીકે ઓળખાય છે.

READ ALSO

Related posts

India (IND) vs West Indies (WI) 2nd T20I, ભારતે વેસ્ટઈન્ડિઝને 170 રનનો આપ્યો લક્ષ્યાંક

pratik shah

રાજ્યમાં અહી આકાર પામી રહ્યો છે એશિયાનો સોથી મોટો રોપ-વે પ્રોજેક્ટ, આવી છે ખાસીયતો

Nilesh Jethva

રાજ્યની આ પ્રખ્યાત ડેરીમાં નોકરી માટે 15થી 22 લાખમાં સેટિંગ થતું હોવાની ક્લિપ વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!