GSTV
Home » News » પાવગઢમાં સર્જાયો એક અનોખો વિશ્વ રેકોર્ડ, 2801 મીટર લાંબી ધજા અર્પણ કરાઇ

પાવગઢમાં સર્જાયો એક અનોખો વિશ્વ રેકોર્ડ, 2801 મીટર લાંબી ધજા અર્પણ કરાઇ

પાવાગઢ ખાતે એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. મહાકાળી મંદિરની ટોચથી માચી સુધી કુલ 2801 મીટર લાંબી ધજા માતાજીને અર્પણ કરવામાં આવી. ટોચ પર માતાજીના મંદિરેથી 8800 ફૂટ લાંબી ધજા લઈ દસ હજાર ભાવિકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા. અને આગળ વધ્યા હતા.

આ ધજાનો છેડો ચાર કલાક બાદ માચી આવી પહોચ્યો હતો. ત્યારે મંત્રોચ્ચાર દ્વારા ધજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને કાલિકા યુવક મંડળે માતાજીને વિશ્વની સૌથી લાંબી ધ્વજા અર્પણ કરવાનો વિચાર કર્યો હતો.

જે બાદ મહિનાઓ સુધીની તૈયારી બાદ 2801 મીટર લાંબી ધ્વજા તૈયાર કરવામાં આવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ હોવાથી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવશે. સૌથી લાંબી ધ્વજાને જોવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

READ ALSO

Related posts

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari

Facebook Pay: હવે Whatsapp, Instagram અને Messenger દ્વારા પણ સરળતાથી કરી શકશો પેમેન્ટ

Bansari

આ ગ્રહની સપાટી પર રહેલા ઑક્સિજનના પ્રમાણમાં થઈ અસાધારણ વધ-ઘટ, વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!