GSTV
Gujarat Government Advertisement

‘તુ મારી નહીં તો કોઈની નહીં’ ટ્યુશન ક્લાસમાં આવતી યુવતીના પ્રેમમાં પાગલ શિક્ષકને થઈ આખરે આ સજા

Last Updated on October 16, 2019 by Mayur

આજથી ચારેક વર્ષ પહેલાં ટયુશન ક્લાસમાં આવતી વલસાડની યુવતિને પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને બાઈક પર ડુમસની હોટેલમાં લઈ જઈ હત્યા કરી પુરાવાનો નાશ કરનાર આરોપી યુવકને આજે મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર. કે.દેસાઈએ તમામ ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ, રૃ.5 હજાર દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

31 વર્ષના ઢાંઢા શિક્ષકને થયો પ્રેમ

વલસાડ ખાતે મોગરાવાડીમાં રહેતા તથા ટયુશન ક્લાસીસ ચલાવતા 31 વર્ષીય આરોપી શિવકિરણ ઉર્ફે ચીકુ કિશોર શાસને ત્યાં ટયુશને આવતી ભાવના દિનેશચંદ્ર મોર્યાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમસંબંધ રાખવા મજબુર કરી હતી. જે અંગે ભોગ બનનાર ભાવનાબેનના પિતા દિનેશભાઈએ ટયુશન શિક્ષક શીવકિરણ વિરુધ્ધ વર્ષ-2009માં વલસાડ પોલીસમાં અરજી આપી હતી. બાદમાં ભાવનાએ શીવકિરણ સાથે સબંધ તોડી નાંખતા તું મારી નહી થાય તો બીજા કોઇની પણ નહી થવા દઉં એમ કહ્યા  બાદ ભાવનાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

યુવતીનું ગળું દબાવી કરી હત્યા

તે અંતર્ગત ભાવનાને સુરત ફરવા જવાનું કહીને તા.19-8-2015ના રોજ પોતાની મોટર સાયકલ પર ડુમસ ચોપાટીની હોટેલ રવિરાજમાં લાવ્યો હતો. જ્યાં રૃમ નં.1 ભાડેથી રાખી યુુવતી સાથે શરીર સબંધ બાંધ્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશ પર પેટ્રોલ છાંટી સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ડુમસ પોલીસે શિવકિરણને પકડીને જેલભેગો કર્યો હતો.

આરોપી દોષિત જાહેર

આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે એપીપી કુ.રિન્કુ પારેખે આરોપી શિવકિરણ શાસન વિરુધ્ધ આક્ષેપિત તમામ ગુનાને સાબિત કરતાં કોર્ટે આરોપીને દોષી ઠેરવ્યો હતો. અને યુવતીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ અને દંડની સજા ફટકારતો હુકમ મોડીસાંજે કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!