GSTV
India News Trending ટોપ સ્ટોરી

દેશમાં કોરોનાને લીધે મૃત્યુઆંક 10 હજારને પાર, સ્થિતિ સુધારવાને બદલે કથળી રહી છે: સુપ્રીમ કોર્ટ

પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10,057 થયો છે, જેમાં 70 ટકા મોત મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19ના ટેસ્ટિંગની ક્ષમતા સતત વધારવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી હોવાની સુપ્રીમની ટિપ્પણી

ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે તેવી સુપ્રીમ કોર્ટની ટીપ્પણી વચ્ચે દેશમાં મંગળવારે વધુ 324નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 10,000ને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી એક જ દિવસમાં કોરોનાના કેસ 10,000થી 12,000 હજાર જેટલા વધી રહ્યા હતા. પરંતુ, મંગળવારે સતત બીજા દિવસે એક દિવસમાં કોરોનાના 8,122 નવા કેસ નોંધાયા હતા. જે નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવાનું દર્શાવે છે.

કોરોના કેસની સંખ્યા 3,40,962 થઇ

આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,40,962 થઈ છે. અત્યાર સુધીમાં 1.84 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે, જે દેશમાં કોરોનાથી રિકવરી રેટ 54.17 ટકા થયો છે. ભારત મૃત્યુના સંદર્ભમાં વિશ્વમાં 8મા ક્રમે અને કેસમાં 4થા ક્રમે છે.

ડ્રગ કૌભાંડની સુનાવણી દરમ્યાન સુપ્રીમની ટિપ્પણી

દેશમાં કોવિડ-19ની સ્થિતિ સુધરી નથી રહી, ઉલટાનું દિવસે ને દિવસે વધુ કથળી રહી છે તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું. ડ્રગ કૌભાંડના આરોપમાં પંજાબ સ્થિત ઉદ્યોગપતિ જગજિતસિંહ ચહલની પેરોલ લંબાવવાના કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.

સ્થિતિને આધારે ટેસ્ટિંગ કરવા સૂચન

દરમિયાન હૈદરાબાદથી વીડિયો કોન્ફરન્સ મારફત મેડિકલ નિષ્ણાતો અને વિજ્ઞાાનીઓના એક જૂથે આઈસીએમઆરની માર્ગદર્શિકાને વળગી રહેવાના બદલે સ્થાનિક સ્થિતિના આધારે રાજ્યોએ ટેસ્ટિંગ નીતિ વિકસાવવી જોઈએ તેમ જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી મોતનો ભોગ બનનારાઓમાંથી 70 ટકા દર્દીઓ કોરોનાની સાથે અન્ય ગંભીર અસાધ્ય બીમારીથી પીડીત હતા. ન્યાયાધીશો આર. એફ. નરિમાન, નવીન સિંહા અને બી. આર. ગવઈની બેન્ચે જણાવ્યું હતું કે ચહલ જ્યારે પેરોલ પર બહાર આવી શકે છે તો કોઈ ભીડભાડવાળી જેલમાં ફરીથી કોઈને મોકલવાનો કોઈ અર્થ નથી.

બેડની ઉપલબ્ધતા વધારવા ખાનગી હેલ્થકેર સેક્ટર સાથે સક્રિય કામ કરવા આરોગ્ય મંત્રાલયનું સૂચન

દરમિયાન કોરોનાના દર્દીઓને પરવડે તેવી સારવાર પૂરી પાડવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તેલંગાણા અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોએ ખાનગી ક્ષેત્ર સાથે કરાર કર્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત જેવા અહેવાલો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કોરોના દર્દીઓની સારવાર માટે બેડની ઉપલબ્ધતા વધારવા ખાનગી હેલ્થકેર સેક્ટર સાથે સક્રિયતાથી કામ કરવા જણાવ્યું હતું.

9 રાજ્યોની પહેલ

ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક અને મધ્ય પ્રદેશ જેવા કેટલાક રાજ્યોએ આ દિશામાં પહેલ કરી છે. તેમણે ખાગની ક્ષેત્રની હોસ્પિટલો સાથે વાટાઘાટો કરીને પરવડે તેવા દરે કોવિડ-19ના દર્દીઓને સારવાર પૂરી પાડવા માટે કરાર કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19ના નિદાન માટે ટેસ્ટિંગ ક્ષમતા સતત વધારવામાં આવી રહી છે અને હવે દૈનિક ત્રણ લાખ સેમ્પલ્સના ટેસ્ટની ક્ષમતા આપણે વિકસાવી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાના ટેસ્ટિંગ માટે 659 સરકારી લેબ તથા 248 ખાનગી લેબ સહિત 907 લેબોરેટરીનું નેટવર્ક છે, જ્યાં નિદાન માટે આરટી- પીસીઆર ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફ્રન્ટલાઈન ટેસ્ટ છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં 15મી જૂન સુધીમાં 59,21,069 સેમ્પલ્સનું ટેસ્ટિંગ કરાયું છે, જેમાંથી 1,54,935 સેમ્પલ્સનું ટેસ્ટિંગ સોમવારે કરાયું હતું. દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે કોવિડ-19 માટે ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે.

સત્યેન્દ્ર જૈનની હાલત સ્થિર

ખૂબ જ તાવ આવતાં અને અચાનક ઓક્સિજન લેવલ ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર્સે જણાવ્યું કે 55 વર્ષીય સ્વાસ્થ્ય મંત્રી જૈનની સ્થિતિ હાલ સ્થિર છે અને ડોક્ટરોની નજર હેઠળ છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

Related posts

૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

pratikshah

સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી

Damini Patel

BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો

pratikshah
GSTV