GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

પંજાબમાં કોંગ્રેસની અમરિન્દર સિંહ સરકારના શાસનમાં કુલ 1030 ખેડૂતોની આત્મહત્યા

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા ખેડૂતોના દેવા માફીની યોજના શરૃ કરવામાં આવી હોવા છતાં રાજ્યમાં હજુ પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. જિલ્લા કૃષિ વિભાગે આપેલી માહિતી મુજબ એપ્રિલ, ૨૦૧૭થી માર્ચ, ૨૦૧૮ દરમિયાન પંજાબના સાંગરુર જિલ્લામાં ૧૧૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એપ્રિલ, ૨૦૧૩થી અત્યાર સુધીમાં કુલ ૬૬૫ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

આત્મહત્યા કરનારા ૬૬૫ ખેડૂતો પૈકી ૧૯૫ ખેડૂતોને સરકાર પાસેથી નાણાકીય મદદ મળી હતી. જો કે ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)ના જણાવ્યા અનુસાર માર્ચ, ૨૦૧૭માં કેપ્ટન અમરિન્દર સિંહ સત્તા પર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં સાંગારુર જિલ્લામાં કુલ ૧૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. બીકેયુના કાર્યકર સુખપાલ સિંહ માણકના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ પંજાબમાં કુલ ૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્યની વર્તમાન કોંગ્રેસ સરકારના શાસનમાં કુલ ૧૦૩૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

પંજાબની કોંગ્રેસ સરકારે વિધાનસભા ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું કે જો તેમની સરકાર સત્તા પર આવશે તો ચાર મહિનામાં ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. કોંગ્રેસ સરકારે ૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ખેડૂતોના દેવા માફીની યોજનાની સત્તાવાર શરૃઆત કરી હતી.

READ ALSO

Related posts

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi

ટ્રમ્પના કટ્ટર હરીફ જો બાઈડને પ્રથમવાર ભારતની કરી તારીફ, આપ્યું આ મહત્વનું નિવેદન

Mansi Patel

પુતિનનો દબદબો: વધુ બે ટર્મ માટે રાષ્ટ્રપતિ બનવાનો માર્ગ મોકળો થતાં PM મોદીએ આપી શુભેચ્છા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!