GSTV

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

છેલ્લા થોડા વર્ષોમાં બળાત્કારની ઘટનાઓ વધતી જઇ રહી છે. આની પાછળનું એક કારણ છે મોબાઇલ ફોન પર ઝડપથી મળી રહેતું અશ્લિલ સાહિત્ય. આ કેસમાં પણ આરોપી પોર્ન વીડિયો જોવાની કુટેવ ધરાવી રહ્યો હતો અને તેના જ કારણે તે બની ગયો પીશાચી. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરુ નાળામાં લઈ ગયો હતો. બાળકી પર દુષ્કર્મ આચર્યું.

બાળકી રડવા લાગી. બાળકીના ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. જે અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. બાળકીનું બી. જે મેડિકલ કોલેજ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં વીર્યના અવશેષો મળ્યા. આ ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા. આરોપીના રિમાન્ડ દરમ્યાન તેણે બાળકીના વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત પણ કરી હતી.

જેનાં પગલે પોલીસે એફએસએલની ટીમ, પંચો તેમજ વિડિઓ રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીના કપડાં કબ્જે લીધા
પોલીસ જ્યારે વિજયને તેના ઘરે લઇને ગઈ હતી. એ સમયે કબાટમાં ઘણા કપડાં હતા પરંતુ, બળાત્કાર હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યા હતા તેની સાચી હકીકત જણાવતો ન હતો. જેથી પોલીસે તેના બધા કપડાં કબ્જે લઈ FSL માં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યનાં તેમજ બાળકીના લોહીના અવશેષો મળ્યા હતા. જેનું DNA પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલ વીર્યનાં અવશેષો સાથે મેચ થઈ ગયા હતા.

કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે મૃત બાળકીની માતાનું DNA પરીક્ષણ કરાવ્યું હતુ કેમકે, બાળકીના જન્મનો કોઈ પુરાવો હતો નહીં. આથી DNA પરીક્ષણ થકી માતા – બાળકીનાં સંબંધો પ્રસ્થાપિત કરી વધુ એક પુરાવો એકત્રિત કરાયો હતો.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

સ્વાસ્થ્યની કાળજી/ પપૈયાના ફાયદા તો આપ સૌ જાણતા હશો, પણ પપૈયું ખાવાનું કેટલાય નુકસાન પણ જાણી લો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!