GSTV
Home » News » BSS કોઈન કૌભાંડ મામલે હાર્દિકના ત્રણ દિવસ માટે રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

BSS કોઈન કૌભાંડ મામલે હાર્દિકના ત્રણ દિવસ માટે રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

સુરત બીએસએસ કોઈન કૌભાંડ મામલે પકડાયેલા આરોપી હાર્દિક ઝડફીયાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત સીઆઇડી ક્રાઇમે 1.67 કરોડની ફરિયાદમાં હાર્દિક ઝડફિયાને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને અલગ અલગ મુદ્દા પર પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છેકે બીટસટ્રેડર્સ નામની કંપનીના પ્રોપરાઈટર અને સંચાલકો દ્વારા બજારમાં બીએસએસ કોઈન લોન્ચ કરી ઊંચું વ્યાજ અને વળતર આપવાની લાલચે અસંખ્ય રોકાણકારોને કરોડો રૂપિયાનું નિવેશ કરાવવામાં આવ્યું હતું.

વર્ષ 2017માં શરૂ કરવામાં આવેલ આ કંપનીના સંચાલકોએ વરાછા અને પુનાગામ વિસ્તારમાં ત્રણ જેટલી બ્રાન્ચ શરૂ કરી હતી. જ્યાં કંપની રાતોરાત બંધ કરી અને ઓફિસને તાળા મારી સંચાલકો અને પ્રોપરાઈટ ફરાર થઈ જતા 190થી વધુ રોકાણકારોની કરોડોની મૂડી સલવાઈ છે. છેતરપિંડી નો ભોગ બનેલા રોકાણકારોએ સુરત સીઆઇડી ક્રાઈમ માં કુલ પાંચ લોકો સામે 1.64 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Related posts

6 સાંસદોને ટક્કર આપવા પાંચ ધારાસભ્યો મેદાને, બન્ને પક્ષો જનાધાર મેળવવા લગાવી રહ્યા છે જોર

Riyaz Parmar

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકોમાં ભાજપ પાસે કરોડપતિ ઉમેદવારો, શિક્ષણની વાતમાં બધા પછાત

Riyaz Parmar

આ બેઠક પર 3 પાટીદારો વચ્ચે જંગ, ભાજપને નુકસાન જવાની આશંકાએ જીતુ વાઘાણીએ બંધબારણે બેઠક કરી

Riyaz Parmar