GSTV

ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું આયોજન, 28 રાજ્યોની ઝાંખી કરવામાં આવશે રજૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. ત્યારે ટ્રમ્પના સ્વાગત માટે થીમ બેઝ રોડ શોનું પણ આયોજન કરાયું છે. આ રોડ શોમાં 28 રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બંને નેતાઓનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. આ રોડ શોની થીમ મોદી અને ટ્રમ્પની ફ્રેન્ડશીપ પર રહેશે. ટ્રમ્પ અને મોદીની ફ્રેન્ડશીપ પર થ્રીડી ઈમેજ, હોર્ડિગ્સ અને બેનર પણ મૂકાશે.

હવે ‘કેમ છો ટ્રમ્પ’ નહીં ‘નમસ્તે ટ્રમ્પ’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતનું નામ નમસ્તે ટ્રમ્પ આપવામાં આવ્યુ છે. અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર કેટલીક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમા અમદાવાદની જનતાને પીએમ મોદી અને ટ્રમ્પની રેલીમાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્યારે કેમ છો ટ્રમ્પનું નામ બદલી ટ્રમ્પની ભારત મુલાકાતને નમસ્તે ટ્રમ્પ નામ આપવામાં આવ્યુ છે.

મહત્વપૂર્ણ  છે કે, 24મીએ ટ્રમ્પ અને પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન બન્યા પછી અન્ય દેશનાં પાંચમા વડા ભારત આવી રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ શહેરમાં કરવામાં આવી રહી છે.

ટ્રમ્પની મુલાકાતની થઈ રહી છે તડામાર તૈયારીઓ

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવવાનાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાલડી અને સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવશે. આ કંટ્રોલ રુમ આગામી એક-બે દિવસમા શરુ થશે. જે અધિકારીઓને જે-તે બાબતની જવાબદારી સોંપવામા આવી છે. તેનુ સીધુ ધ્યાન કંટ્રોલ રુમમાથી રાખવાનું રહેશે.

રોડ શોને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી છે. બંને મહાનુભાવોને એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમ લઈ જવામાં આવશે. આ રોડ શોમાં ભાગ લેનારા લોકોના હાથમાં બંને દેશના રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. રોડ શોમાં અલગ અલગ રાજ્યના લોકો કે જેઓ અમદાવાદમાં રહે છે તેઓ પોતાના પરંપરાગત પોશાકમાં આવશે અને તેઓને ડાન્સ કે નૃત્ય કરવા હોય તો પણ તેમાં જોડાઈ શકશે.

22 કિલોમીટર લાંબા રોડ શોને બે ભાગમાં રાખવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ શો યોજાવાનો છે. આ રૂટ પર 28 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જે ઇન્ડીયન  થીમ પર હશે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યો, ડાન્સ, ગરબા વગેરે જોવા મળશે. અલગ અલગ કલાકારો ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે.

જ્યારે બીજો રોડ શો ગાંધીઆશ્રમથી સુભાષબ્રિજ, એરપોર્ટ થઈ ઇન્દિરાબ્રિજ સુધી યોજાશે. જે વિવિધતામાં એકતાની થીમ પર હશે. રોડ શો  અને  મોટેરાના કાર્યક્મમા કોઇ સમસ્યા ન સર્જાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામા આવી છે. અધિકારીઓને સતત ફીલ્ડમાં રહેવા સુચના આપવામા આવી છે

કેમ છો ટ્રમ્પભાઇ?

  • બે મહાનુભાવોની આગતા સ્વાગતાની તડામાર તૈયારીઓ
  • ૨૪ ફેબ્રુઆરીએ બે મહાનુભાવો અમદાવાદમાં
  • પાલડી અને સ્ટેડિયમ ખાતે બે કંટ્રોલરૂમ કરાશે ઉભા
  • કંટ્રોલ રૂમ બે દિવસમાં શરૂ થશે
  • અધિકારીઓની જવાબદારીનું કંટ્રોલ રૂમથી કરાશે નિરીક્ષણ
  • ૨૨ કિ.મી.લાંબો રોડ શો યોજાશે
  • રોડ શોને બે ભાગમાં વહેંચવામાં આવશે
  • પ્રથમ ભાગમાં એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી
  • આ રૂટ પર ૨૮ જેટલા સ્ટેજ ઉભા કરાશે
  • સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્ય વગેરે જાવા મળશે
  • બીજા ભાગમાં ગાંધીઆશ્રમથી સુભાષબ્રિ્ાજ એરપોર્ટ થઇ ઇન્દિરાબ્રિ્ાજ સુધી
  • આ રૂટ વિવિધતામાં એકતાની થીમ પર હશે
  • રોડ શોમાં ભાગ લેનાર લોકોના હાથમાં બે દેશના રાષ્ટ્રધ્વજ હશે
  • અલગ અલગ રાજયના લોકો પોતાના પરંપરાગત પોશાક પહેરી રોડ શોમાં લેશે ભાગ

Read Also

Related posts

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઓટલા પરિષદ કરી ગપ્પા મારતી મહિલાઓ સામે નોંધાયો ગુનો

Karan
Do NOT follow this link or you will be banned from the site!