GSTV
News ટોપ સ્ટોરી

મોટા સમાચાર / કાશ્મીર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સુરક્ષા દળનું ઓપરેશન હજુ પણ યથાવત

IED

જમ્મુકાશ્મીરના શોપિયાંમાં શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને મારી નાખ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, શોપિયાંના કિલબલ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટના સ્થળે આતંકીઓને વળતો જવાબ આપવા માટે તૈયાર બેઠા છે. પોલીસે આખા વિસ્તારને હાલ ઘેરી લીધો છે.

સુરક્ષા દળોએ ગુરુવારના રોજ એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી હતી અને તેના કબ્જામાંથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને આતંકવાદીની હાજરી ની માહિતી મળી હતી જે પછી સવારે બડગામના ચડુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો સક્રિય આતંકવાદી પકડાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે તેની ઓળખ શોપિયાંના મેમંદારના રહેવાસી જહાંગીર અહમદ નાઇકુ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે તેમની પાસેથી વાંધાજનક સામગ્રી, પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝિન અને પિસ્તોલના 16 કારતૂસ સહિતના શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV