GSTV

એ સમસ્યાઓ જેના કારણે ગુજરાતની પ્રજા નારાજ છે સરકારથી, 5માંથી આપ્યા બસ આટલા માર્ક્સ

લોકસભા 2019ને ધ્યાનમાં રાખીને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સે એક સર્વે કર્યો. આ સર્વે ઓક્ટોબરથી ડિસેમ્બર 2018 દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની પણ તમામ બેઠકો પર સર્વે કરાયો હતો.

હાલ આ સર્વે જાહેર થતાં આપણી સામે એ મુદ્દાઓ આવ્યા છે કે જેના કારણે ગુજરાતની જનતા રાજ્ય સરકારની કામગીરીથી નાખુશ છે. આ સર્વેના પરિણામોમાં 50 ટકા જેટલા મતદારો રોજગાર, પીવાના પાણી અને આરોગ્ય સેવાના મામલે રાજ્ય સરકારથી નાખુશ છે.

ઉપરાંત, જ્યારે ગુજરાતના લોકોને, ગુજરાત સરકારની કામગીરીને માર્ક્સ આપવાનું કહેવાયું ત્યારે, 52.4 ટકા મતદારોએ 2.5 કરતા પણ ઓછા માર્ક્સ આપ્યા.

તો શહેરી વિસ્તારોમાં 49 ટકા મતદારોએ ટ્રાફિકની સમસ્યાના નિવારણ, 47 ટકા લોકોએ પ્રદૂષણ અને 45 ટકા લોકોએ રોજગારની સારી તકો ઉપલબ્ધ કરાવાય તેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હતું.

તો ગ્રામીણ વિસ્તારોમાં 46 ટકા લોકોએ ખેતીલાયક પાણીને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું. અને ત્યારબાદ 45 ટકા લોકોએ કૃષિલોન અને 44 ટકા મતદારોએ ખાતર પરની સબસિડીને પ્રાધાન્ય આપ્યું.

જે મુદ્દાઓને 45 ટકાથી વધુ લોકોએ મહત્ત્વ આપ્યું તે મુદ્દાઓ પર નજર કરીએ તો તેમાં, ઘોંઘાટ કે અવાજ પ્રદૂષણ, પીવાલાયક પાણી, ટ્રાફિક, રોજગારી જેવી સમસ્યાઓને પ્રાધાન્ય આપ્યું.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!