GSTV
Home » News » મોદીઅે વચનો અાપ્યા અચ્છે દિનના પણ અાવ્યા બુરે દિન : અારબીઅાઈનો ચોકાવનારો સરવે

મોદીઅે વચનો અાપ્યા અચ્છે દિનના પણ અાવ્યા બુરે દિન : અારબીઅાઈનો ચોકાવનારો સરવે

આરબીઆઇ દ્વારા જારી એક સરવે મોદી સરકાર માટે આગામી લોકસભાની ચૂંટણીમાં ખતરાની ખંટડી સમાન છે. આ સરવેમાં જણાવવામાં આવ્યું છે કે   ૭૨.૮ ટકા લોકોએ જણાવ્યુ છે કે મોદી સરકારના કાર્યકાળમાં જનતાની આવકમાં ૦ ટકાનો વધારો થયો છે, એટલે કે તેઓની આવરમાં કોઇ જ ફરક નથી પડયો. જ્યારે ૭૯.૨ લોકોએ જણાવ્યું હતું કે મોંઘવારીને કારણે તેમને ભારે નુકસાન થયું છે. સાથે ૭૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષમાં મોંઘવારીમાં મોટા પ્રમાણમાં વધારો થશે. જ્યારે માત્ર ૫.૫ ટકા લોકોએ જ કહ્યું હતું કે, એક વર્ષમાં મોંઘવારી ઓછી થશે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કન્ઝ્યુમર કોન્ફિડેંસ સરવે કરાવવામા આવ્યો હતો. જેમાં મોદી સરકારના સારા અને નબળા પાસા સામે આવ્યા છે.

આરબીઆઇએ મે માસમાં આ સરવે કરાવ્યો હતો.

દેશની અર્થવ્યવસ્થા અંગે લોકો શું વિચારી રહ્યા છે તે જાણવા માટે છ મેટ્રો શહેરોમાં આ સરવે કરાવવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ, ચેન્નાઇ, કોલકાતા અને હૈદરાબાદનો સમાવેશ કરાયો હતો. સરવેમાં લોકો પાસેથી ચાર મુદ્દાઓને લઇને માહિતી લેવામાં આવી હતી જેમાં રોજગારી, મોંઘવારી, આવક અને ખર્ચનો સમાવેશ કરાયો હતો. લોકોને વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં શું પરિસ્થિતિ રહેશે તેને લઇને સવાલો પૂછવામાં આવ્યા હતા. સરવેમાં આવક અંગે ૫૦.૮ લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષમાં આવકમા વધારો થઇ શકે છે. ૩૮.૯ લોકોને આવી કોઇ આશા નથી. જ્યારે બીજી તરફ મોદી સરકારના કાર્યકાળમાં ૪૮.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આવકમાં કોઇ જ ફરક નથી પડયો. તો વળી ૨૩.૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આવકમાં વધારો તો નથી થયો પણ ઉલટા મોદી સરકારના કાર્યકાળમાં ઘટાડાનો સામનો કરવો પડયો છે.

ખર્ચ અંગે પણ લોકોએ નિરાશાજનક અભિપ્રાય આપ્યો

૮૪.૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે આગામી વર્ષ સુધી તેમના ખર્ચમાં વધારો થશે. અને ૭૯.૨ ટકા લોકોએ જણાવ્યું છે કે મોંઘવારીએ માજા મુકી છે. એનો મતલબ એમ થયો કે લોકો મોંઘવારીને કારણે પણ નારાજ છે અને આવા લોકોની સંખ્યા ૭૯.૨ ટકા છે. તેવી જ રીતે રોજગારી પણ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. જોકે રોજગારીને લઇને પણ જનતા ખુશ નથી. દેશમાં ૪૪.૧ ટકા લોકોનું માનવું છે કે રોજગારીની સ્થિતિ હાલ કફોડી છે અને તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની આર્થિક સ્થિતિ અંગે સરવેમાં હાલ દેશમાં મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક સ્થિતિ પણ કફોડી જ છે અને તેમાં કોઇ જ સુધારો નથી થયો. એટલે કે ખુદ આરબીઆઇના સરવેમાં જ મોદી સરકાર ખુલ્લી પડી ગઇ છે અને જે દાવા કરાયા હતા તે પણ અધુરા હોવાનું પુરવાર થયું છે.

આર્થિક નીતિઅો પર સરકારની રેટિંગ -૧૬.૧

આર્થિક નીતિઅોને લઇને સરકારની રેટિંગ માઇનસ ૧૬.૧ આવી છે, એટલે કે આર્થિત નીતિયોમાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી છે તેમ આ સરવેના તારણમાં બહાર આવ્યું છે. ૨૦૧૪ના સરવે હાલમા મે ૨૦૧૮ના સરવેની સરખામણી કરવામાં આવી છે જેના આધારે આ ઘટાડો નોંધાયો છે. અને એવા વોકોની સંખ્યા વધી છે કે જેઓ માની રહ્યા છે કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થવાને બદલે હાલત કથળી ગઇ છે. ૨૦૧૪માં ૩૦.૨ ટકા લોકોનું માનવુ હતું કે નોકરીઓમાં વધારો થઇ રહ્યો છે. જોકે હવે આટલો સમય વિત્યા બાદ જનતા નિરાશ છે અને ૪૪.૧ ટકા લોકોનું કહેવું છે કે રોજગારીમાં કોઇ જ વધારો નથી થયો.

 

Related posts

આમને કોઈ ન પહોંચે : અદાણી હવે ખીચડી વેચશે, 300 કરોડ રૂપિયાનો મૂક્યો ટાર્ગેટ

Arohi

ઈનોવેશન ઇન્ડેક્સમાં દેશમાં ગુજરાત પાછળ, 7 માપદંડના બનાવાયા હતા આધાર

pratik shah

નવી નકોર નોટ હાથમાં આવે તો ચેતજો, સરકારે આ વર્ષે નોટ છાપી જ નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!