પેરિસની એક બેકરીમાં અચાનક શક્તિશાળી બ્લાસ્ટ, 12થી વધુ લોકોની આવી હાલત

પેરિસની એક બેકરીમાં શક્તિશાળી વિસ્ફોટમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી પાંચ લોકોની હાલત અત્યંત ગંભીર છે. વિસ્ફોટના કારણે બેકરીમાં ભિષણ આગ લાગી હતી. અને બેકરીની આજુ-બાજુમાં આવેલી ઈમરાતોના કાચ પણ તૂટી ગયા હતા. સ્થાનીક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સવારે નવ વાગ્યે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. બેકરીમાં લાગેલી આગને બુઝાવવા માટે સિડી અને અન્ય સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે બ્લાસ્ટમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter