GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

મહિલા સચિવની હાજરીમાં શરમનાક ઘટના, રાજસ્થાનના સચિવાલયમાં વીડિયો કોન્ફરન્સ દરમિયાન અચાનક થઈ આ ઘટના

રાજસ્થાનની રાજધાની જયપુરના સચિવાલયમાં સોમવારે બનેલી એક ઘટનાથી મોટા મોટા અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. જયપુર સચિવાલયના ઓનઆઇસી રૂમમાં સોમવારે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગ દ્વારા એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં વિભાગના સચિવ મુગ્ધા સિંહા પણ ઉપસ્થિત હતા.

જે વિભાગના અધિકારીઓ સાથે વિવિધ યોજનાઓ પર ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સ્ક્રીન પર પોર્ન વિડીયો શરૂ થઇ ગયો. અચાનક પોર્ન વિડીયો શરૂ થતા રૂમમાં હાજર મોટા અધિકારીઓ સહિત બધા જ લોકો દંગ રહી ગયા હતા. ટેક્નિકલ ટીમે તરત જ વિડીયો બંધ કર્યો હતો. આ સમગ્ર મામલે ચેરમેન મુગ્ધા સિંહાએ એનઆઇસીના અધિકારીઓને આ ઘટના માટે દોષી લોકોને સજા આપવાનો આદેશ કર્યો છે.

મુગ્ધા સિંહાએ જણાવ્યું કે આ ઘટના બની ત્યારે રૂમમાં દસ અધિકારીઓ હતા ઉપરાંત ૩૩ જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા હતા. મિટીંગની વચ્ચે આ શરમનાક ઘટના બની હતી. આ અંગે હાલ તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સિંહા સહિતના મોટા અધિકારીઓએ આ ઘટના સંદર્ભે એનઆઇસીના તંત્ર પર ભારે નારાગી દર્શાવી છે.

Read Also

Related posts

પગાર માગવા ગયા તો કંપનીએ કામદારોને નોકરીમાંથી કાઢી મુક્યા, મામલો પહોંચ્યો કલેક્ટર પાસે

Nilesh Jethva

ચીની સરહદે વધ્યો તણાવ, સંરક્ષણ પ્રધાનની ચીફ ઓફ ડિફેન્સ અને ત્રણેય પાંખના વડા સાથે યોજાઈ મીટિંગ

Harshad Patel

ગુજરાત સરકારને લાગશે ICMRનો ઝટકો, કર્યો આદેશ કે ખાનગી લેબમાં કોરોના માટે આ ભાવ ફાયનલ કરો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!