GSTV
ગુજરાત

ધોરણ 10માં ધારેલું પરિણામ ન મળતા યુવકનો આપઘાત, પરિવારમાં આક્રંદ સાથે શોકનો માહોલ

દસમાં ધોરણનું પરિણામ જાહેર થતાં ધાર્યા ટકા ન આવતાં ભુજના જુની રાવલવાડીમાં રહેતા છાત્રએ પોતાના ઘરના ઉપરના રૃમમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. એક ના એક પુત્રના મોતાથી માતા-પિતા અને સગાસબંધીઓમાં આક્રંદ સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો. ભુજના જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા હષતકુમાર દિનેશભાઇ મહેશ્વરી (ઉ.વ.૧૭) નામના દસમાં ધોરણના વિદ્યાર્થીએ પોતાના ઘરમાં સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પંખા પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.

ઘટના અંગે એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, આજે દસ ધોરણનું પરિણામ જાહેર થવાનું હોઇ સવારે હતભાગી હષત પોતાના ઘરના ઉપરના રૃમમાં ઓનલાઇ પરિણામ ચેક કરતો હોઇ જેમાં તેને ૪૯ ટકા આવ્યા હોઇ ધાર્યા મુજબ ટકા ન આવતાં તે નાસીપાસ થઇ ગયો હતો. જેને કારણે મનપર લાગી આવતાં પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસનીશે પીએસઆઇ જાડેજાએ જણાયું હતું કે, મૃતક હષત તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેણે ધાર્યું પરિણામ ન આવવાના કારણે આત્માઘાતી પગલું ભરી લીધું હતું.

READ ALSO

Related posts

દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu

મહેસાણા / ઊંઝાના વિસોડ ગામમાં મનરેગાના કામમાં 29 લાખની ઉચાપત થયાનો આરોપ

Hardik Hingu

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV