GSTV

વાયરલ વિડીયો / હોબાર્ટ ટેસ્ટમાં બની એક અજીબો-ગરીબ ઘટના, માર્નુસ લાબુશેને એટલી વિચિત્ર રીતે ગુમાવી વિકેટ કે…

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

ઈંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની શરુઆત સારી નહોતી રહી. હોબાર્ટમાં રમાયેલી મેચના પ્રથમ દિવસે જ યજમાન ટીમે 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ આ ટીમના નંબર-3 પર આવેલા માર્નુસ લાબુશેને 44 રનની શાનદાર પારી રમી હતી પરંતુ, સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં તે ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. લાબુશેનનો આ વિચિત્ર રીતે આઉટ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Marnus labuschagne weirdly gets out off stuart broad hobart test aus vs eng  5th test - Ashes : मार्नस लाबुशेन होबार्ट में इतने अजीब तरीके से हुए बोल्ड  कि आप भी नहीं

માર્નુસ લાબુશેન આઉટ થતા ટીમની ચોથી વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 7 રનમાં જ 2 વિકેટ ગુમાવીને ઇનિંગની ખુબ જ નબળી શરૂઆત કરી હતી. લાબુશેન નંબર-૩ પર ઉતર્યો હતો અને તેણે ૪૪ રનની શાનદાર પારી રમી હતી. તેણે 53 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડ ઈનિંગની 23મી ઓવરમાં ઉતર્યો હતો. લાબુશેન આ બોલ પર શોટ રમવા માંગતો હતો પરંતુ, તે ઓફ સ્ટમ્પ તરફ ખૂબ જ આગળ વધ્યો અને તેના કારણે તે સીધો જ ક્લીન બોલ્ડ થયો.

લાબુશેને બોલને પાછળની તરફ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ, તે બોલની ગતિને સમજી શક્યો નહીં. આ દ્રશ્ય જોઈને મોટાભાગના પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્ય ખુબ જ વાયરલ થયું છે. ઘણા દિગ્ગજોએ આ વીડિયો શેર કર્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લાબુશેન અને હેડે ચોથી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. હેડે 113 બોલમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડે પણ શાનદાર સદી ફટકારી હતી અને 101 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા એ શરુઆતની 3 ટેસ્ટ જીતીને હાલની 5 મેચની એશિઝ શ્રેણી જીતી લીધી છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!