GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પહેલા આમંત્રણ પછી આયોજન છેલ્લે યજમાન ફાયનલ, ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદ બોલાવનારના જાહેર થયા નામ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટેરામાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ખાસ સમિતિ બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિના ચેરપર્સન અમદાવાદના મેયર બિજલ પટેલ છે.અને સાંસદ કિરીટ સોલંકી સહિત 10 સભ્યો છે. ત્યારે આજે આ સમિતિની પ્રથમ બેઠક આયોજિત થશે. જે બાદ આ સમિતિના સભ્યો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ચાલતી તૈયારીની સમીક્ષા માટે મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરવાના છે. આ માટેની મીટીંગ યોજાઈ હતી. જેમાં 6 સભ્યો ઉપસ્થિતિ રહ્યાં હતા. પણ અન્ય બે સભ્યો કોણ તે વિશેની વિગતો સામે નથી આવી. જેથી બે સભ્યો કોણ તેનું સસ્પેન્સ યથાવત્ત છે. રાતોરાત ઉભી થઈ ગયેલી કમિટીની આજે પ્રથમ બેઠક મળી હતી. જે બેઠક 10 જ મીનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી. સમિતીના સભ્યોએ કાર્યક્રમના ખર્ચ બાબતે એકશબ્દ પણ ઉચ્ચારવાની ચોખ્ખી મનાઈ ફરમાવી હતી.

પણ સૌથી મોટી વાત એ છે કે રાતોરાત આખરે કમિટિ ઉભી કેવી રીતે થઈ ગઈ ?

આ અંગેની વિગતો એવી છે કે કોંગ્રેસના પ્રવકતા સુરજેવાલે ટવીટ કરીને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે જણાવ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રી કૃપા કરીને બતાવશો કે ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિના અધ્યક્ષ કોણ છે ? આ સમિતિએ ક્યારે નિમંત્રણ મોકલ્યું અને ક્યારે સ્વીકારાયું ? ટ્રમ્પ એવું કેમ કહે છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવું વચન કોણે આપ્યું હતું ? વિદેશ નીતિ એક ગંભીર વિષય છે, એ કોઇ ઇવેન્ટ મેનેજમેન્ટનો હિસ્સો નથી. આ ટ્વીટના કારણે સફાળી જાગેલી સરકારે રાતોરાત 24 કલાકમાં અભિનંદન સમિતિની રચના કરી નાખી.

શું કહ્યું મેયર બિજલ પટેલે ?

ટ્રમ્પના સ્વાગત અને કાર્યક્રમ માટે રાતો રાત સમિતિની જાહેરાત થઈ છે. ત્યારે જીએસટીવી સંવાદદાતાએ મેયર અને સમિતિના ચેરપર્સન બીજલ પટેલ સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કમિટિને ફંડ મળશે તે વાતમાં તથ્ય નથી. તેમણે કહ્યુ કે આપણે ત્યાં મહેમાન આવવાના છે. તેમની તૈયારીમાં લાગવુ જોઈએ. આ સિવાય સમિતિ મામલે બેઠક મળવાની છે, પણ એજન્ડા શું છે એ અત્યારે નક્કી નથી.

કોણ કોણ છે સમિતિમાં ?

નામહોદ્દો
બિજલ પટેલઅમદાવાદ મેયર (સમિતિના ચેરમેન)
કિરીટ સોલંકીભાજપ સાંસદ
હસમુખ પટેલભાજપ સાંસદ
દુર્ગેશ બુચGCI ચેરમેન
હિમાંશુ પંડ્યાકુલપતિ ગુજરાત યુનિવર્સિટી
બાલકૃષ્ણ દોશીખ્યાતનામ આર્કિટેક્ચર
નવિન શેઠજીટીયુના કુલપતિ
ભીખુદાન ગઢવીલોકસાહિત્યકાર

કમિટીની મળી બેઠક

પહેલાં ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યાર બાદ આયોજન થયું અને અંતે બે દિવસ પહેલા યજમાન નક્કી થયા છે. આજે નાગરિક અભિવાદન સમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સમિતિના અન્ય સભ્યો એવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, પદ્મભૂષણ બી.વી.દોશી, ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ પહોંચ્યા છે. અન્ય બે સભ્યો કોણ તેની અમદાવાદ વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની પ્રથમ બેઠક માત્ર 10 મિનિટમાં સમેટાઈ ગઈ અને સભ્યો ચૂપચાપ રવાના થઈ ગયા હતા.

સમારોહ માટેના ફંડનું ગણિત

આ સમારોહ પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ થવાનો છે. સરકાર સીધું ડોનેશન ન લઈ શકે એટલે આ સમિતિએ કરેલા ખર્ચનું કોઇ ઓડિટની જરૂર રહેશે નહીં, કારણ કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ આ સમિતિનું અસ્તિત્વ નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કેમ ટ્રમ્પનો કાર્યક્રમ એ કોઇ સરકારી કાર્યક્રમ કે અમેરિકન સરકાર તરફથી ઘોષિત સત્તાવાર મુલાકાત નથી. તેથી ગુજરાત કે ભારત સરકાર તે આયોજનના યજમાન તરીકે જવાબદારી ઉપાડી શકે નહીં.

Related posts

દેશમાં કોરોના બેકાબૂ : છેલ્લા 19 દિવસમાં વધુ નવા 10 લાખ કેસ સાથે કુલ સંક્રમણનો આંક 21 લાખને પાર, 43 હજારના થયા મોત

Karan

રાજ્યમાં 21 દિવસમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં થયો વધારો

Karan

રાજયમાં વધુ 1101 નવા પોઝીટીવ સાથે કોરોના સંક્રમણનો આંક 70 હજાર, 14 હજારથી વધુ છે એક્ટિવ કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!