GSTV

મોટા સમાચાર / કેરળમાં શરૂ થયો એક વિશેષ અભિયાન, સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Last Updated on November 24, 2021 by Zainul Ansari

કેરળમાં હાલ એક એવો અભિયાન શરૂ થયો છે, જેના કારણે ત્યાં કોમી તણાવમાં વૃદ્ધિ થઇ છે. સોશિયલ મીડિયા પર અમુક એવા વીડિયો સામે આવ્યા કે, જેમાં મુસ્લિમ પુરુષો ભોજનમાં થૂંકતા જોવા મળ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પાર વાઇરલ થતાની સાથે જ કેરળમાં ‘સ્પિટ ફ્રી ફૂડ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન ખ્રિસ્તી સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા મારફતે એવી હોટલોમાં જવા માટે આગ્રહ કરાયો છે કે, જેનો માલિક મુસ્લિમ ના હોય.

ભાજપ કેરળમાં મુસ્લિમ માલિકોની હોટલ સામે ‘હલાલ કલ્ચર’ નામનું અભિયાન પણ ચલાવી રહ્યું છે. જોકે, આ અભિયાનોએ અહીં સાંપ્રદાયિકતામાં પણ વધારો કર્યો છે. ‘સોલ્જર્સ ઓફ ક્રોસ’ નામના એક જૂથે સોશિયલ મીડિયા મારફતે એવી હોટલોની યાદી શેર કરી છે અને દાવો કર્યો છે કે, જ્યા “થૂંકમુક્ત ભોજન” પીરસાઈ રહ્યું છે.

કેરળના કોઝિકોડમાં પેરાગોન ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટ્સનું કહેવું એવું છે કે, જ્યારથી આ અભિયાન શરૂ થયું ત્યારથી તેમની હોટલ વિરુદ્ધ પણ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પેરાગોન ગ્રુપના માલિક ઉમેશ ગોવિંદે જણાવ્યું હતું કે, કેટલાક લોકો તેના નામનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અમે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ૮ દાયકાથી લોકોને ખોરાક પીરસી રહ્યા છીએ. અમને ખબર નથી કે, આ બધાની પાછળ કોણ છે પરંતુ, આ મામલો સ્પષ્ટપણે ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવાનો છે.

બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ તેનો બચાવ કરતા લોકો પણ સામે આવ્યા છે. લોકો કહે છે કે, આ વીડિયોમા દેખાતુ વ્યક્તિ ભોજનમાં થૂંકી નથી રહ્યો પરંતુ, ફૂંક મારી રહ્યો છે. આ કામ ‘ફતિહા જલાના’ રિવાજ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિની ઓળખ “ઉલાલ કાઝી ફઝલ કોયામ્મા થંગલ “તરીકે થઈ છે. આ વીડિયો કેરળના પાયન્નુરમાં તજુલ ઉલામા દરગાહમાં બનાવવામાં આવ્યો હતો. બચાવ કરનાર લોકોનું એવું કહેવું છે કે, રસોઈયાઓ ફૂંક મારીને ખોરાકને પવિત્ર કરી રહ્યા છે.

જોકે, કેટલાક મુસ્લિમો એવા પણ છે જે કે, આ રિવાજનો વિરોધ કરી રહ્યા છે. પલાયમ મસ્જિદના ઇમામ ડો. સુહૈબ મૌલવી સમજાવે છે કે પયગંબરે કહ્યું હતું કે, ખોરાકમાં ક્યારેય પણ ફૂંક મારવું જોઈએ નહીં. પયગંબરે ભોજનમાં ફૂંક મારવાના રિવાજને ખોટો ગણાવ્યો હતો.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!