GSTV
India News Trending

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

મોદી સરકાર મેડિકલ અને એન્જીનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ચાલુ શૈક્ષણિક વર્ષથી જ કોમન યુનિવર્સિટી એન્ટ્રેંસ ટેસ્ટ લાવવા વિચારી રહી છે. મોદી સરકારની નવી શિક્ષણ નીતિમાં હાલમાં ચાલી રહેલી એન્ટ્રેંસ ટેસ્ટ પર આધારિત એડમિશન આપવાની પ્રથાને ખતમ કરીને એક જ પરીક્ષા લઈને તેના માર્ક્સના આધારે એડમિશન આપવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને આ નવી પરીક્ષાની તૈયારી કરવા પણ કહી દેવાયું છે. અલગ અલગ યુનિવર્સિટીઓ ઉપરાંત એન્જીનિયરિંગ, ટેકનિકલ તથા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે અલગ અલગ પરીક્ષાઓની જગ્યાએ આ એક જ પરીક્ષા લેવાની તૈયારી કરવા કહેવાયું છે. તેના માટે સમિતી રચવાનો આદેશ પણ અપાયો છે.

સૂત્રોનો દાવો છે કે અમલ થતાં જ મેડિકલ અને એન્જીનિયરીંગ કોલેજોની પ્રવેશ પરીક્ષાઓનું વિલિનીકરણ કરી દેવાશે. નીટ અને જેઈઈ મેઈન્સના સ્થાને પણ સીયુઈટી એક્ઝામ આવી જશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને ફાયદો નહીં થાય એવું માને છે. વિદ્યાર્થીને પોતાને ગમતા વિષયના બદલે બધા વિષયોની તૈયારી કરવાની ફરજ પડશે તેથી તેના પર દબાણ વધશે.

READ ALSO

Related posts

Ration Card/ ડીલર પાસેથી રાશન લેવાના નિયમોમાં થયો ફેરફાર! જલ્દીથી જાણી લો શું છે નવા નિયમ

Hemal Vegda

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda
GSTV