GSTV
Trending ગુજરાત

ગ્લોબલ યુથ ટોબેકો સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં 11 વર્ષની વય પહેલા જ બાળકો સ્મોકિંગના વ્યસન સાથે બંધાઈ જાય છે

ગ્લોબલ યુથ ટોબેકો સર્વેમાં જે વિગતો આવી છે, એ ગુજરાતી માતા-પિતાએ ધ્યાનથી જાણવા જેવી છે. આ સર્વે મુજબ ગુજરાતમાં સ્કૂલના ઘણા બાળકો 11 વર્ષની વય પહેલા જ સ્મોકિંગ કરતા થઈ જાય છે. ઘરે માતા-પિતાથી ડરતા ટીનેજર્સ ઘણી વખત સ્કૂલ આસપાસ કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ સ્મોકિંગ કરવાનું પસંદ કરે છે. 13થી 15 વર્ષની વયના બાળકોના આ સર્વે દ્વારા જાણવા મળ્યું હતું કે સાડા પાંચ ટકા જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓ સ્મોકિંગ કરે છે. એટલે કે સ્મોકિંગ કરનારા ટીનેજર્સનું પ્રમાણ આંકડાની રીતે તો ઘણુ ઓછું છે, પરંતુ સામાજિક મૂલ્યોની દૃષ્ટિએ ઘણુ મોટુ છે.


આવા વ્યસનોમાંથી છોડવાતા હોય એવા કેન્દ્રો પણ હવે વધી રહ્યા છે, કેમ કે સ્મોકર્સ વધી રહ્યા છે. નાની વયે આવી જતું ભણતરનું મોટું પ્રેશર, ખોટી સંગત, માતા-પિતા દ્વારા થતી ઉપેક્ષા, ફિલ્મો-સિરિયલોની અસર.. વગેરે કારણો આ ટીનેજર્સની કુટેવ પાછળ જવાબદાર છે.
સ્મોકિંગ ઉપરાંત ગુટખા અને અન્ય રીતે પણ તમાકુનું સેવન કરતા ટીનેજર્સ આ સર્વેમાં જોવા મળ્યા હતા. અલબત્ત, સૌ જાણે જ છે કે ઘણી વાર પુખ્ત વયના ન થયા હોય એવા યુવકો સ્મોકિંગ કરતા હોય છે. કેટલાક કિસ્સામાં સ્મોકિંગથી આગળ વધીને ડ્રગ્સ સુધી મામલો પહોંચતો હોય છે. માતા-પિતા આ વાતથી અજાણ હોય એ સૌથી ઘાતક સ્થિતિ હોય છે. મોટા ભાગના માતા-પિતા એવુ માનીને ચાલતા હોય કે અમારુ સંતાન તો સંસ્કારી છે, એ થોડું આવું કરે?


બીજી તરફ માતા-પિતા ઘણી વાર બાળકો તરફ પુરતું ધ્યાન કે સમય આપી શકતા નથી. મોંઘી ફી ધરાવતી પણ શિક્ષણને નામે ઢ હોય એવી કેટલીક સ્કૂલોમાં બાળકોને એડમિશન અપાવી દે છે. એ પછી પોતાની જવાબદારી પુરી થઈ એવુ માની લે છે. સ્કૂલો શિક્ષણ આપી શકતી નથી, માતા-પિતા સમય આપતા નથી હોતા એટલે ટીનેજર્સના સાથીદારો છેવટે મોબાઈલ વીડિયો, ફિલ્મ, વેબ સિરિઝ બની જાય છે. તેમાં શું જોવું ટીનેજર્સના હાથમાં જ હોય છે. આ ચોંકાવનારા સર્વેએ આ વાસ્તવિકતા ઉજાગર કરી છે.

READ ALSO:

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave
GSTV