GSTV

ઉન્નાવમાં હચમચાવી નાખતી ઘટના: ત્રણ માસૂમ કિશોરીઓ દુપટ્ટા સાથે બંધાયેલી ખેતરમાંથી મળી આવી, બેના તો ત્યાં જ થઈ ગયા મોત

Last Updated on February 17, 2021 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંથી તાજેતરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીંના બબુરહા ગામમાંથી બુધવારે મોડી સાંજે એક ખેતરમાંથી ત્રણ કિશોરીઓના બેભાન થયેલી હાલતમાં દુપટ્ટા સાથે બાંધેલી મળી આવી હતી. જેમાંથી બે કિશોરીઓના મોત થઈ ગયા છે. જ્યારે એકને સીએચસીથી જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. ઘટનાસ્થળે પહોંચેલા એસપીએ જણાવ્યુ હતું કે, તપાસ બાદ મોતનું સાચુ કારણ બતાવી શકાશે. આ બાજૂ ડોક્ટર્સની આશંકા છે કે, ઝેરીલો પદાર્થ ખાવાના કારણે મોત થયા હોવાની શંકા છે.

બબુરહા ગામની સંતોષ વર્માની દિકરી કોમલ (16), સુરજૂ પાલ વર્માની દિકરી કાજલ (13) અને સૂરજ બલીની દિકરી રોશની (17) બપોરે ઢોરનો ચારો લેવા માટે ખેતરમાં ગઈ હતી. મોડી સાંજ સુધી આ ત્રણેય ઘરે પાછી ન આવતા પરિવારવાળાએ તેમની શોધખોળ આદરી. ત્યારે સૂરજપાલના ખેતરમાં જઈને જોયુ તો, આ ત્રણેય કિશોરીઓ દુપટ્ટા સાથે બંધાયેલા હાલતમાં મળી આવી હતી. એક જ દુપટ્ટાથી બંધાયેલી આ ત્રણેય કિશોરીમાંથી બેના મોત થઈ ગયા હતા. જ્યારે રોશની નામની કિશોરીના શ્વાસ ચાલતા હતા.

પરિવારવાળાએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ભેગા કર્યા. જ્યાં ડોક્ટર્સે તેમની હાલત જોતા તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી છે. અહીં પણ કોઈ સુધારો ન થતાં કાનપુર રેફર કરવામાં આવી છે. આ ત્રણેય કિશોરીઓએ કઈ સ્થિતીમાં ઝેરીલા પદાર્થ ખાધા છે, અથવા તો અન્ય કોઈ ઘટના ઘટી છે. તેના વિશે સ્પષ્ટતા થઈ શકી નથી.

હાલ આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. આઈજી, ડીઆઈજી, ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ડોગ સ્કોવ્ડની ટીમ પણ ઘટનાસ્થળે બોલાવી છે. ફોરેન્સિક વિભાગની ટીમ હાલ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!