GSTV

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીએ આ સેવાભાવી સંસ્થાએ અનોખો સંકલ્પ લઈ ઉજવણી કરી

પાલનપુરની એક સેવાભાવી સંસ્થાએ આજે વિવેકાનંદની જન્મ જયંતીના દિવસે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે. હવે દર રવિવારે તેઓ ઝૂપડપટ્ટીના બાળકોને ટયુંશન ભણાવા જઈ તેમના જીવનનું ઘડતર કરશે. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીએ પાલનપુરની સેવાભાવી સંસ્થા એ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો હતો. શિક્ષણ સાથે સંસ્કાર અને વિદ્યાર્થીઓના ભાવિ ના ઘડતરનું પણ નિર્ધાર કર્યો હતો.

ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે ટ્યુશન ન જઈ શકવાની સ્થિતિ એ આ બાળકોનું શિક્ષણ ક્યાંક કાચું રહે છે. જોકે પાલનપુરની સેવાભાવી સંસ્થાએ ઝૂંપડપટ્ટીના આ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો અને આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતી એ આ સાહસથી ખુલ્લું મૂક્યું ઝુપડપટ્ટીમાં બાળકોને દર રવિવારે શિક્ષણ ઉપરાંત સામાજિક ઘડતર અને જીવન ઘડતરની પણ અલગ અલગ શિક્ષકો દ્વારા તાલીમ અપાશે.

ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો પાસે શાળાઓમાંથી ભરવાના પણ પૈસા હોતા નહિ ત્યારે ટ્યુશનની વાતો ક્યાંથી આવે પરંતુ પાલનપુરની શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓ આ બાળકોને શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે પાલનપુર હાઈવે પર આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને દર રવિવારે ટ્યુશન મળશે અને તેમનું શિક્ષણ સાથે સંસ્કાર પણ મળશે ત્યારે આ ગરીબ બાળકોના વાલીઓ પણ આશીર્વાદ આપી રહ્યા હતા.

READ ALSO

Related posts

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

Nilesh Jethva

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી કોર્ટના શરણે, સરકારે ફરી કર્યો આ અરજીનો વિરોધ

Nilesh Jethva

7100 રૂપિયાની નોકરી કરવાવાળા ટીઆરબી જવાનોને ડિપોઝીટ પેટે 20 હજાર રૂપિયા જમા કરાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવતા વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!