GSTV
Gujarat Government Advertisement

આંધ્ર પ્રદેશ ટૂરિઝમ વિભાગની કચેરીમાં શરમજનક ઘટના, માસ્ક પહેરવા મામલે થઇ મારામારી

Last Updated on July 1, 2020 by pratik shah

આંધ્ર પ્રદેશના નેલ્લોરની ઘટનાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આંધ્ર પ્રદેશ ટૂરિઝમ વિભાગમાં આ દિવ્યાંગ મહિલા કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આ દરમિયાન અચાનક એક શખ્સ મહિલા જ્યાં બેઠી હોય છે ત્યાં આવે છે અને તેને સીટની નીચે પાડીને તેની સાથે મારપીટ કરવા લાગે છે.

કોરોના વાઇરસ મહામારી વચ્ચે દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ઓફિસ પણ ખુલી રહ્યા છે. જોકે માસ્ક પહેરવાને લઇને અનેક વિવાદો સામે આવી રહ્યા છે.

એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મહિલા કર્મચારીએ પોતાના એક સીનિયરને માસ્ક લગાવવા કહ્યું તો બન્ને વચ્ચે વિવાદ થઇ ગયો અને જુનિયર કર્મચારી પર સીનિયરે હુમલો કરી મારપીટ પણ કરી.

દિવ્યાંગ મહિલા પર સિનિયરનો હુમલો

આંધ્ર પ્રદેશ ટૂરિઝમ વિભાગમાં કોન્ટ્રાકટ પર કામ કરતા દિવ્યાંગ મહિલા પર કામ કરતા દરમ્યાન અચાનક એક શખ્સ મહિલા જ્યાં બેઠી હોય છે ત્યાં આવે છે અને તેને સીટની નીચે પાડીને તેની સાથે મારપીટ કરવા લાગે છે.

ઘટના બાદ પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ દરમિયાન અન્ય કર્મચારીઓ મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે આરોપી બહુ જ ખરાબ રીતે મહિલાની સાથે મારપીટ કરે છે. આ ઘટના બાદ પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે. પર્યટન મંત્રી અવંતી શ્રીનિવાસે પણ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને આરોપીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આરોપીની કરાઈ ધરપકડ

જ્યારે પોલીસે પણ સમગ્ર મામલે એફઆઇઆર દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે. જોકે આરોપી આ ઘટના બાદ અચાનક વીડિયો સામે આવતા ફરાર થઇ ગયો હતો જોકે પોલીસે તેને શોધી કાઢ્યો હતો અને તેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજુ કરાયો હતો અને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari

કોરોનાને આમંત્રણ/ બીજી લહેરથી કઈ નથી શીખ્યા લોકો, ફરી શહેરના એક મોલમાં ઉમટી પડયા લોકો

Pritesh Mehta

લો-ગાર્ડન મનપા માર્કેટના વેપારીઓએ કરી રજૂઆત, ભાડું માફ કરવા કરી માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!