GSTV
Home » News » અમદાવાદની વિવિધ કોલેજોમાં સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું, કરાટે અને એસીડ એટેકથી બચવા અપાઈ તાલીમ

અમદાવાદની વિવિધ કોલેજોમાં સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું, કરાટે અને એસીડ એટેકથી બચવા અપાઈ તાલીમ

અમદાવાદની અલગ અલગ કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ સ્વરક્ષા માટે તાલિમ આપવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે અર્થે અમદાવાદ શહેરની ખાનગી સંસ્થા તેમજ ગુજરાત યુનીવર્સીટી પોલીસે સંયુક્ત રીતે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ યોજ્યો હતો. એલ ડી આર્ટસ કોલેજ ખાતે 20૦થી વધારે વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમ અંતર્ગત ટ્રેનીંગ લીધી હતી.

જેમાં કરાટે, એસીડ એટેકથી કેવી રીતે બચી શકાય કે પછી કોઈ બળજબરી કરવા જાય ત્યારે કેવી રીતે બચાવ થઇ શકે તે અંગે ખાસ પ્રોફેશ્નલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થિનીઓને ખાસ મોટીવેશનલ સ્પીચ આપવામાં આવી હતી. જે બાદ સ્વરક્ષા અર્થે પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી યુવતીઓનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે કે તે આવી પરિસ્થિતિનો સામનો કરીને પોતાનું રક્ષણ કરી શકે છે. ગુજરાતના ઘણા સ્થળોએ મહિલા પર અત્યાચારના ગુનાઓ વધી રહ્યા છે. જેથી આવી તાલીમ તેમને ખુદની રક્ષા કરવા સબળ બનાવે છે. ત્યારે આ કાર્યક્રમ ખરેખર ખૂબજ સરાહનીય ગણી શકાય.

READ ALSO

Related posts

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

આ બે કંપનીએ ફાડ્યો માર્વેલ સાથે છેડો, હવે સ્પાઈડર મેન જોવા મળશે કે નહીં ?

Arohi

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!