GSTV
Gujarat Government Advertisement

વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં મગફળી ચોરી કરવાનું કૌભાંડ, તંત્ર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ

Last Updated on February 8, 2020 by

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીમાં એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યાના ત્રણ-ચાર દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ થઈ નથી. સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ સીસીટીવીના દ્રશ્યોમાં જોવા મળે છે કે મજૂરો ખુલ્લેઆમ ખેડૂતોના પરસેવાની મગફળી ચોરીને લઈ જઈ રહ્યા છે.. આ દ્રશ્યો છે વિસાવદર માર્કેટિંગ યાર્ડના છે. જ્યાં ટેકાના ભાવે ખરીદી કરવા આવી હતી. આ ઘટનાને ત્રણથી ચાર દિવસ થવા છતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. માર્કેટ યાર્ડના સત્તાધીશોએ મોટા ઉપાડે બોર્ડની બેઠક બોલાવી પોલીસ ફરિયાદ કરવા ઠરાવ કર્યો હતો. આ માટે આસિસ્ટન્ટ સેક્રેટરીની નિમણૂક પણ કરાઈ. પરંતુ પોલીસને ફરિયાદ આપવાને બદલે માત્ર ચોરી થયાની જાણ કરતો કાગળ આપી અને ઠરાવની નકલ આપી.

વાત એમ છે કે પોલીસ કહે તે રીતે ફરિયાદ આપવામાં આવે તો પોલીસ ફરિયાદ લેવા તૈયાર છે. માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ મોટા ઉપાડે ફરિયાદ કરવાની નક્કી કર્યું અને બાદમાં પોતાના આકાઓનો આદેશ આવી ગયો કે ભીનુ સંકેલી લેવું. આ બાબતે કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ આક્ષેપો કર્યા કે વધુ એક વખત મગફળી કૌભાંડને દવાબવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મગફળીના વિવિધ કૌભાંડો બહાર આવી રહ્યા છે. પરંતુ કૌભાંડીઓને પકડવામાં સરકારની દાનત ખોરા ટોપરા જેવી હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!